સેલેબને કોરોના:'બડે અચ્છે લગતે હૈ' ફૅમ નકુલ મહેતાનો રિપોર્ટ પોઝિટિવ, સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને હેલ્થ અપડેટ આપી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નકુલ મહેતા હાલમાં હોમ આઇસોલેશનમાં છે

ટીવી સિરિયલ 'બડે અચ્છે લગતે હૈ' ફૅમ એક્ટર નકુલ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નકુલે હાલમાં જ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે આ દરમિયાન તે સિરીઝ જોઈ રહ્યો છે અને ઘરનું ગરમા ગરમ ભોજન લે છે. આ ઉપરાંતે વાઇરસને હરાવવા માટે દવા પણ લે છે.

નકુલ મહેતાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે કોરોના સામે લડી રહ્યો છે. નેટફ્લિક્સ જુએ છે, અલી સેઠીના ગીતો સાંભળે છે અને ગરમાગરમ ભોજન જમે છે.

સેલેબ્સે સાજા થઈ જવાની દુઆ કરી
નકુલ મહેતાની આ પોસ્ટ પર ટીવી એક્ટર કરન ગ્રોવર, કરન પટેલ, ગૌતમ રોડે સહિતના સેલેબ્સે જલ્દીથી સાજા થઈ જવાની પ્રાર્થના કરી હતી.

38 વર્ષીય નકુલ મહેતાનો જન્મ ઉદયપુરમાં રાજપૂત પરિવારમાં થયો છે. તેના પિતા તથા દાદા આર્મીમાં હતાં. નકુલે મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ કોમર્સ કર્યું હતું. તે જાઝ, હિપ હોપ, બ્રેક ડાન્સ, ફોક ડાન્સ તથા સાલ્સા ડાન્સ ફોર્મમાં ટ્રેઇન્ડ છે. વર્ષ 2012માં નકુલે ટીવી સિરિયલ 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. નકુલ છેલ્લે ટીવી સિરિયલ 'ઈશ્કબાઝ'માં જોવા મળ્યો હતો. હાલમાં નકુલ ટીવી સિરિયલ 'બડે અચ્છે લગતે હૈ 2'માં રામના રોલમાં જોવા મળે છે.

નકુલે જાનકી પારેખ સાથે વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં. આ વર્ષે તેઓ દીકરા સૂફીના પેરેન્ટ્સ બન્યા છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ ઉર્મિલા માતોંડકર, તનિષા મુખર્જી, કમલ હાસનને કોરોના થયો હતો. આ ઉપરાંત કરીના કપૂર, મહિપ કપૂર, સીમા ખાન, શનાયા કપૂર, અમૃતા અરોરાને કોરોના થયો છે.