વાઇરલ વીડિયો:પાર્ટીમાં તેજસ્વી પ્રકાશ ને કરન કુંદ્રા એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યાં, લિપ લૉક કર્યું

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો તેમના ફ્રેન્ડ્સે રેકોર્ડ કર્યો હતો. વાઇરલ ક્લિપમાં પાર્ટીમાં કરન તથા તેજસવી એકબીજાને કિસ કરે છે. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે.

પાર્ટીમાં એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા
હાલમાં જ મુંબઈમાં ફિલ્મ પ્રોડ્યૂસર વનેસા વાલિયાએ બર્થડે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા પણ આવ્યા હતા. પાર્ટીમાં બંને એકબીજામાં ખોવાયેલા હતાં. તેજસ્વી તથા કરને એકબીજાને કિસ કરી હતી. પછી તેજસ્વી અચાનક ફ્રેન્ડ સામે જુએ છે અને આશ્ચર્યથી કહે છે કે તેણે આ બધું રેકોર્ડ કર્યું? કરન કેમેરાની સામે જોઈને કહે છે કે મહેરબાની કરીને આ પોસ્ટ કરી જ દો. આટલું સાંભળતા જ તેજસ્વી વીડિયો પોસ્ટ કરવાની ના પાડતી હતી.

'બિગ બોસ'ના ઘરમાં પ્રેમ થયો
તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા 'બિગ બોસ 15'ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે. કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે.

તેજસ્વી એન્જિનિયર છે
1992માં સાઉદી અરેબિયામાં જન્મેલી તેજસ્વી પ્રકાશના પિતા સિંગર છે. તેનો પરિવાર મ્યુઝિક સાથે જોડાયેલો છે. તેજસ્વીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું છે. તેજસ્વીનો ભાઈ પ્રતીક પણ એન્જિનિયર છે.

20 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયર શરૂ કરી
2012માં તેજસ્વીએ ટીવી શો '2612'થી પોતાની એક્ટિંગ કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તે વિવિધ શોમાં જોવા મળી હતી, જેમાં 'સંસ્કાર ધરોહર અપનોં કી', 'સ્વરાગિની', 'પહરેદાર પિયા કી', 'સિલસિલા બદલતે રિશ્તો કા' સહિતના શો સામેલ છે. તેજસ્વી ટીવી શો 'સ્વરાગિની'ને કારણે ચાહકોમાં ઘણી જ લોકપ્રિય થઈ હતી. આ શોમાં તેણે લીડ રોલ પ્લે કર્યો હતો.