'જેઠાલાલ'ની મજાક ઉડી:એરપોર્ટ પર દિલીપ જોષીએ ટ્રોલી બેગને એવી ખેંચી કે ચાહકો પૂછવા લાગ્યા, 'બેગે કયો નશો કર્યો છે?'

મુંબઈ18 દિવસ પહેલા
  • દિલીપ જોષી મુંબઈ એરપોર્ટ પર પરિવાર સાથે જોવા મળ્યા હતા

ટીવીની લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલના તમામ પાત્રો ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. આ શોમાં જેઠાલાલ બનતાં દિલીપ જોષી ચાહકોમાં આગવી લોકપ્રિયતા ધરાવે છે. હાલમાં જ દિલીપ જોષી પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એરપોર્ટ પર દિલીપ જોષી પોતાની બેગને કારણે મજાકનું પાત્ર બન્યા હતા.

વીડિયો વાઇરલ થયો
દિલીપ જોષી પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, પત્ની જયમાલા તથા પેરેન્ટ્સ હતા. દિલીપ જોષી એરપોર્ટથી પોતાની કાર તરફ જતાં હતા ત્યારે તેમની ટ્રોલી બેગ વ્યવસ્થિત રીતે મૂવ થતી નહોતી. બેગ આડીઅવળી થઈ હતી. આ જોઈને યુઝર્સે જેઠાલાલની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. એરપોર્ટ પર દિલીપ જોષી પ્લેન શર્ટ, ગ્રે પેન્ટમાં હતા.

યુઝર્સે શું કહ્યું?
સો.મીડિયા યુઝર્સે કહ્યું હતું, 'બેગે કોઈ નશો કર્યો છે કે શું?' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'તમે પણ 'બિગ બોસ'માં જઈ રહ્યા છો કે શું? બબીતાજી તો 'બિગ બોસ'માં છે.' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'સર કરતાં તો બેગની ચર્ચા વધુ થઈ છે..' એક યુઝરે કહ્યું હતું, 'તેમની બેગ પણ આપણને હસાવી શકે છે, વિચાર તો કરો કે તે કેટલી ખતરનાક કોમેડી કરતા હશે.' બીજા યુઝરે કહ્યું હતું, 'લાગે છે કે સૂટકેસમાં દયાબેનને રાખ્યા છે.' અન્ય એકે કહ્યું હતું, 'તે એટલા ઝડપથી ચાલે છે કે ટ્રોલી બેગ પણ પોતાના વ્હીલ પર રહી શકતી નથી.'

સો.મીડિયા યુઝર્સે 'જેઠાલાલ'ની મજાક ઉડાવી હતી.
સો.મીડિયા યુઝર્સે 'જેઠાલાલ'ની મજાક ઉડાવી હતી.
સો.મીડિયા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી.
સો.મીડિયા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી.

દીકરીના લગ્ન બાદ ગુજરાત આવ્યા
ઉલ્લેખનીય છે કે દિલીપ જોષીની દીકરી નિયતિના લગ્ન 8 ડિસેમ્બરે, નાશિકમાં યોજાયા હતા. 11 ડિસેમ્બરે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપવામાં આવ્યું હતું. દીકરીના લગ્ન બાદ દિલીપ જોષી પરિવાર સાથે ગુજરાત આવ્યા હતા તેમણે ગુજરાતમાં સૌ પહેલાં સોમનાથમાં પૂજા-અર્ચના કરી હતી.

સોમનાથ મંદિરમાં દિલીપ જોષી.
સોમનાથ મંદિરમાં દિલીપ જોષી.
કોટેશ્વર મહાદેવ મંદિરમાં દિલીપ જોષી.
કોટેશ્વર મહાદેવ મંદિરમાં દિલીપ જોષી.
ભૂજના સ્વામિનારાયણ મંદિરમાં દિલીપ જોષી.
ભૂજના સ્વામિનારાયણ મંદિરમાં દિલીપ જોષી.

ત્યારબાદ તેઓ કચ્છ આવ્યા હતા. અહીંયા પ્રથમ તેઓ માતાના મઢ સ્થિત મા આશાપુરાના દર્શને ગયા હતા. અહીં તેમણે માતાજીની સંધ્યા આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ તેઓ કોટેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન શિવની પૂજા કરી હતી.