તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ:સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારમાં સંભાવના સેઠના પતિ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ

મુંબઈ18 દિવસ પહેલા
  • સ્મશાનની બહાર સંભાવના પોલીસ સાથે બાખડી પડી હતી.

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ ઓશિવારા સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થના અંતિમ દર્શન માટે પરિવાર, સેલેબ્સ તથા ચાહકો ઉમટી પડ્યા હતા. ઓશિવારા સ્મશાનમાં સિદ્ધાર્થ શુક્લાના બ્રહ્માકુમારી રીત રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન ભોજપુરી તથા ટીવી સ્ટાર સંભાવના સેઠ તથા તેના પતિ અવિનાશ દ્વિવેદીનો મુંબઈ પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.

સો.મીડિયામાં વીડિયો વાઇરલ
સો.મીડિયામાં આ ઝપાઝપીનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં પોલીસે અવિનાશને ધક્કો માર્યો હતો અને ત્યારબાદ સંભાવના સેઠ પણ ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ હતી. તે પોલીસ પર આક્રોશ વ્યક્ત કરતાં જોવા મળી હતી. માનવામાં આવે છે કે સંભાવના તથા અવિનાશને મુંબઈ પોલીસે સ્મશાનની અંદર જતાં રોક્યા હતા. ભીડ પર કામૉબૂ મેળવવા માટે પોલીસ ચાહકોને અંદર જવા દેતી નહોતી. આ દરમિયાન પોલીસે ગેરસમજણમાં આવીને સંભાવના તથા અવિનાશને અટકાવ્યા હતા.

પોલીસે અવિનાશને મીડિયાકર્મી સમજી લીધો
માનવામાં આવે છે કે અવિનાશે સફેદને બદલે રંગીન કપડાં પહેર્યા હતા અને તેના હાથમાં મોબાઈલ જોઈને પોલીસને એમ લાગ્યું કે તે કોઈ મીડિયાકર્મી છે. આથી જ અવિનાશ અને પોલીસ વચ્ચે દલીલો થવા લાગી હતી. થોડીવાર બાદ પોલીસે અવિનાશને ધક્કો માર્યો હતો. આથી સંભાવના ગુસ્સે થઈ હતી. વીડિયોમાં સંભાવનાએ એમ પણ કહ્યું હતું કે પોલીસકર્મીએ અવિનાશને થપ્પડ મારી હતી. આ દરમિયાન એક વ્યક્તિ દરમિયાનગીરી કરે છે અને સંભાવનાને હાથ જોડીને સિદ્ધાર્થના અંતિમ દર્શન માટે જવાનું કહે છે.