તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેમરી:આશિષ રૉયના મિત્ર સૂરજ થાપરે કહ્યું- 'નાણાકીય સ્થિતિ સારી હતી, બે વર્ષ પહેલાં લગ્ન કરવાના હતા'

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

'રિશ્તા સાઝેદારી કા'માં આશિષના કો-સ્ટાર રહેલા સૂરજ થાપરે હાલમાં જ ન્યૂઝ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આશિષે આર્થિક તંગીમાંથી બહાર આવીને બીજીવાર શૂટિંગ કર્યું હતું. તેઓ ઘણાં વર્ષથી સારું કામ કરતાં હતાં. કોમેડિયન તરીકે તેઓ લોકપ્રિય હતા અને પોતાની ડબિંગ સ્કીલ તથા ટીવી શોના કામ માટે તે જાણીતા હતા. જોકે, કમનસીબે તેમને લાઈફ પાર્ટનર ના મળી. તે હંમેશાં આશિષને સેટલ થવાનું કહેતો અને આશિષ પણ સેટલ થવા માગતા હતા પરંતુ આ શક્ય બન્યું નહીં.

2 વર્ષ પહેલાં લગ્ન કરવાના હતા
વધુમાં સૂરજે કહ્યું હતું, 'બે વર્ષ પહેલાં આશિષ પોતાની બહેનના ઘરે કોલકાતા ગયા હતા. અહીંથી મને ફોન પર કહ્યું હતું કે ભાઈ મને છોકરી મળી ગઈ અને હું લગ્ન કરવાનો છું. આ વાત સાંભળીને હું ખુશ થયો હતો. જોકે, પછી લગ્નમાં કંઈક અડચણો આવી હતી.'

'જ્યારે તે પરત આવ્યા તો મેં તેમને લગ્ન અંગે પૂછ્યું હતું. તો તેમણે એવો જવાબ આપ્યો કે પછી કહીશ. વાત જામી નહીં. કદાચ તેમના જીવનમાં લાઈફ પાર્ટનર જ નહીં હોય.'

આર્થિક તંગીમાંથી બહાર આવી ગયા હતા
સૂત્રોના મતે આશિષ પાસે સારવારના પૈસા નહોતા. જોકે, સૂરજે કહ્યું હતું કે મિત્ર તથા દૂરના લોકોએ આશિષને નાણાકીય મદદ કરી હતી. તેમની પાસે એટલા પૈસા તો હતાં જ કે તે સારવાર કરાવી શકે. તેમની બહેને પણ ઘણી જ મદદ કરી હતી. લૉકડાઉન પછી તેમની બહેન 25 દિવસ સુધી તેમની સાથે હતા. આશિષ સારવાર માટે કોલકાતા જવાના હતા પરંતુ કોને ખબર કે આવું કંઈ થઈ જશે.

ભાઈનો જીવ બચી શકે તેમ હતોઃ બહેન કનિકા
24 નવેમ્બરના રોજ આશિષના મોત બાદ તેની બહેન કનિકા કોલકાતાથી મુંબઈ આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે મોત પહેલાં ભાઈએ ફોનમાં અશક્તિ આવી ગઈ હોવાની વાત કહી હતી. આ વાત સાંભળીને તેમણે તરત જ હોસ્પિટલ જવાનું કહ્યું હતું. જોકે, આશિષે આ વાતને ગંભીરતાથી ના લીધી. જે દિવસે મોત થયું એ જ દિવસે ડાયલિસિસ થવાનું હતું. આશિષે પોતાના કેર ટેકરને પણ કહી રાખ્યું હતું કે ઈમરજન્સીમાં બહેનને કંઈ કહેવામાં ના આવે, તે કોલકાતામાં રહીને ચિંતા કરવા લાગે છે.

વધુમાં કનિકાએ કહ્યું હતું કે ભાઈ હંમેશાં કહેતા કે તારી દીકરીના લગ્ન માટે તો તે વધુ જીવશે. જોકે, તેમણે રાહ ના જોઈ. આશિષના બહુ બધા શૂટ શિડ્યૂઅલ હતા. જોકે, તેની પાસે એ કહેવાની હિંમત નથી કે તે કોઈને કહે કે ભાઈ નથી. તે આ શબ્દો બોલી શકે તેમ જ નથી.

અન્ય સમાચારો પણ છે...