તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

63મો જન્મદિવસ:અરૂણ ગોવિલને શ્રીરામના રોલ માટે રિજેક્ટ કરવામાં આવ્યા હતા, લુક ટેસ્ટમાં સ્મિત જોઈને રામાનંદ સાગરે નિર્ણય બદલ્યો હતો

મુંબઈ15 દિવસ પહેલા

90ના દાયકામાં જ્યારે રામાનંદ સાગરે 'રામાયણ'ની શરૂઆત કરી હતી, ત્યારે વિભિન્ન પાત્રો ભજવનાર કલાકારો ઘેર-ઘેર લોકપ્રિય થઈ ગયા હતા. અરૂણ ગોવિલ પણ આમાંથી જ એક છે. અરૂણ ગોવિલે રામાનંદ સાગરની સિરિયલમાં શ્રીરામનું પાત્ર ભજવ્યું હતું. 12 જાન્યુઆરીના રોજ અરૂણ ગોવિલનો 63મો જન્મદિવસ છે.

આજે પણ જ્યારે આપણે ભગવાન રામનું નામ લઈએ ત્યારે નજર સામે અરૂણ ગોવિલની તસવીર નજર સામે આવી જાય છે. જૂની પેઢીના લોકો જ્યારે અરૂણ ગોવિલને ટીવી પર જોતા ત્યારે હાથ જોડવા લાગતા અને જાહેર સ્થળ પર ચરણ સ્પર્શ કરતાં હતાં.

અરૂણને પહેલાં શ્રીરામના પાત્ર માટે રિજેક્ટ કરવામાં આવ્યા હતા. રામાનંદ સાગરને અરૂણ ગોવિલની સ્મોકિંગની આદત બિલકુલ પસંદ નહોતી. તે માનતા હતા કે આવી ખરાબ આદત ધરાવતો વ્યક્તિ કેવી રીતે શ્રીરામ બની શકે. જોકે, અરૂણે વિશ્વાસ અપાવ્યો હતો કે તે આ આદત છોડી દેશે. ત્યારે પણ રામાનંદ સાગર માન્યા નહોતા. જોકે, લુક ટેસ્ટમાં અરૂણ ગોવિલે પોતાના સ્મિતથી રામાનંદ સાગરને મનાવી લીધા હતા. અંતે શ્રીરામનું પાત્ર અરૂણ ગોવિલને ભજવવાની તક મળી હતી.

મરેઠમાં જન્મ
અરૂણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી, 1958માં મેરઠ, ઉત્તર પ્રદેશમાં થયો છે. જ્યારે તેઓ મેરઠ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ત્યારે કેટલાંક નાટકોમાં કામ કર્યું હતું. ટીનએજ લાઈફ સહારનપુરમાં વીતી હતી. અરૂણના પિતા ઈચ્છતા હતા કે તે સરકારી નોકરી કરે, પરંતુ તેઓ કંઈક અલગ જ કરવા માગતા હતા. મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાના ઈરાદેથી આવેલા અરૂણે અહીં આવીને એક્ટિંગમાં જવાનું નક્કી કર્યું હતું.

મોટા પડદે પહેલો બ્રેક
અરૂણને લોકપ્રિયતા ભલે 'રામાયણ'માં કામ કર્યા બાદ મળી હોય, પરંતુ 1977માં તારાચંદ બરજાત્યાની ફિલ્મ 'પહેલી'માં ફર્સ્ટ બ્રેક મળ્યો હતો. ત્યારબાદ 'સાવન કો આને દો', 'સાંચ કો આંચ નહીં', 'ઈતની સી બાત', 'હિમ્મતવાલા', 'દિલવાલા', 'હથકડી' તથા 'લવકુશ' જેવી બોલિવૂડ ફિલ્મમાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે.

વિક્રમાદિત્યના પાત્રને કારણે રામનો રોલ મળ્યો
રામાનંદ સાગરે અરૂણ ગોવિલને સૌ પહેલાં સિરિયલ 'વિક્રમ ઔર બેતાલ'માં રાજા વિક્રમાદિત્યનો રોલ આપ્યો હતો. આ સિરિયલ સફળ રહી હતી. ત્યારબાદ 1987માં 'રામાયણ'માં ભગવાન શ્રીરામનો રોલ ભજવ્યો હતો. આ રોલ એટલો લોકપ્રિય થયો કે આજે પણ ચાહકો શ્રીરામ કહીને જ બોલાવે છે. આમ તો અરૂણે 'લવ કુશ', 'કૈસે કહું', 'બુદ્ધા', 'અપરાજિતા', 'વો હુએ ન હમારે' તથા 'પ્યાર કી કશ્તી' જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કર્યું છે.

અરૂણનો પરિવાર
અરૂણ પિતાના આઠ સંતાનો (6 પુત્રો, બે દીકરીઓ)માં ચોથા નંબર પર આવે છે. અરૂણની પત્નીનું નામ શ્રીલેખા છે. તેમને બે સંતાનો છે, એક દીકરો અમલ તથા દીકરી સોનિકા.

શ્રીરામના રોલ માટે કેવી રીતે તૈયારી કરી હતી?
એક ઈન્ટરવ્યૂમાં જ્યારે અરૂણને પૂછવામાં આવ્યું હતું કે શ્રીરામના રોલ માટે કેવી તૈયારી કરી હતી? તો તેમણે કહ્યું હતું, 'મેં કોઈ ફિલ્મ જોઈ નહોતી. મારા ઘરમાં શ્રીરામની જેટલી પણ તસવીરો હતી, તે જોઈ હતી. તેમના તમામ ગુણોના આધારે તેમની કલ્પના કરી હતી. શૂટિંગ પહેલાં અમે શ્રીરામના લુકમાં ફોટો ક્લિક કર્યો હતો, જેથી ખ્યાલ આવી શકે કે હું કેવો લાગું છું.'

'રામાયણ'ના સાઈડ ઈફેક્ટ્સ
એક ઈન્ટરવ્યૂમાં અરૂણ ગોવિલને સવાલ કરવામાં આવ્યો હતો કે 'રામાયણ' પછી ચાહકો તમને શ્રીરામ માનવા લાગ્યા હતા અને તો આને કારણે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? તો તેમણે કહ્યું હતું, 'રામાયણ' પછી મને કમર્શિયલ ફિલ્મની ઑફર આવતી બંધ થઈ ગઈ હતી. દરેક વાતનું નેગેટિવ તથા પોઝિટિવ પાસું હોય છે. 'રામાયણ'ને કારણે મને જે મળ્યું તે હું ગમે તેટલી ફિલ્મ કરત તો પણ ના મળત. મારું નામ શ્રીરામ સાથે જોડાયું. હું માણસ બનીને રહું, મારા માટે એ જ બહુ છે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser