તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:અરમાન કોહલીના નાના ભાઈ રજનીશ કોહલીનું અવસાન, લાંબા સમયથી બીમાર હતો

મુંબઈ4 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

જાણીતા ડિરેક્ટર રાજકુમાર કોહલીનો પુત્ર તથા એક્ટર અરમાન કોહલીનો નાનો ભાઈ રજનીશ કોહલીનું અવસાન થયું છે. રજનીશ કોહલી છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતો. રજનીશ ક્યારેય મીડિયામાં સામે આવ્યો નથી. અરમાને પોતાના નાના ભાઈની દીકરાની જેમ કાળજીરાખી હતી. તે વ્હીલચેર પર રહેતો અને તે માત્ર ઘરમાં જ રહેતો. તે ભાગ્યે જ ઘરની બહાર નીકળતો.

44 વર્ષીય રજનીશ કોહલીનું જૂહુ સ્થિત ઘરમાં મંગળવાર, 6 એપ્રિલના રોજ નિધન થયું હતું. ઈન્ડસ્ટ્રીના લોકો રજનીશ વિશે ઘણું જાણે છે. તે દિવ્યાંગ હતો. કિડની ફેલ્યોરને કારણે તેનું અવસાન થયું હતું. પ્રેમથી પરિવારના સભ્યો તેને ગોગી કહેતા હતા. ભાઈના અવસાનથી અરમાન શોકમાં છે. તે ભાઈના અવસાન બાદથી રૂમમાં બંધ છે.

અરમાન નાના ભાઈ રજનીશ સાથે
અરમાન નાના ભાઈ રજનીશ સાથે

અરમાન કોહલીના પિતા રાજકુમાર કોહલી લોકપ્રિય ફિલ્મમેકર છે. જોકે, તેમના દીકરા અરમાનને ખાસ સફળતા મળી નહીં. અરમાને બોલિવૂડમાં પણ કામ કર્યું હતું. ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 7'માં અરમાન કોહલી જોવા મળ્યો હતો. અરમાન એક્ટર સલમાન ખાન સાથે 'પ્રેમ રતન ધન પાયો'માં પણ હતો. ટીવી સિરિયલ 'તુમ્હારી પાખી'માં અરમાને કામ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો