તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદ:અર્ચના પૂરણ સિંહે કરિશ્મા કપૂર-દિવ્યા ભારતી સાથેની જૂની તસવીર શૅર કરી, પતિએ પૂછ્યું- આ કઈ ફિલ્મની છે?

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

એક્ટ્રેસ અર્ચના પૂરણ સિંહે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક જૂની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં અર્ચના ઉપરાંત કરિશ્મા કપૂર તથા દિવ્યા ભારતી જોવા મળે છે. આ ફોટો સાથે અર્ચનાએ તસવીર સાથે જોડાયેલી યાદો પણ શૅર કરી હતી. આ પોસ્ટ પર અર્ચનાના પતિએ કમેન્ટ કરીને પૂછ્યું હતું કે આ કઈ ફિલ્મની તસવીર છે, તેમને યાદ નથી?

ફોટો શૅર કરીને અર્ચનાએ વાત કહી
થ્રોબેક 1990નો લુક. ફોટોશૂટ. જયેશ સેઠ. તે સમયે મોટાભાગના ફોટોશૂટ્સ જયેશ સેઠ અથવા તો રાકેશ શ્રેષ્ઠ કરતાં હતાં. હા મિકી કોન્ટ્રાક્ટર પણ નિશ્ચિત રીતે શાનદાર હતાં. અહીંયા હું, કરિશ્મા કપૂર તથા સુંદર દિવ્યા ભારતી છે. ત્રણે વાંકળીયા વાળમાં જોવા મળે છે. આ તે દાયકાનો લુક છે. બંને છોકરીઓ એકદમ ચમકીલા રંગના કપડાંમાં છે અને હું મારા ફેવરિટ બ્લેક આઉટફિટમાં

વધુમાં અર્ચનાએ કહ્યું હતું, આજે પણ મને યાદ છે કે જ્યારે દિવ્યાના નિધનના ન્યૂઝ મળ્યાં ત્યારે હું કેટલું બધું રડી હતી. બહુ જ પ્રેમાળ હતી. ત્યારબાદ મેં ધર્મેશ દર્શનની ફિલ્મ ‘રાજા હિંદુસ્તાની’માં કરિશ્મા કપૂરની સાવકી માતાનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ માટે મને ફિલ્મફેર અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. (અવોર્ડ મને નહીં રેખાજીને મળ્યો હતો)

પતિએ પૂછ્યું, આ ફિલ્મ કઈ છે?
અર્ચનાની પોસ્ટ પર કમેન્ટ કરતાં પતિ પરમીત સેઠીએ પૂછ્યું હતું, મને કંઈ યાદ આવતું નથી કે આ કઈ ફિલ્મ છે? જેના પર અર્ચનાએ જવાબ આપ્યો હતો કે આ કોઈ ફિલ્મ નહીં પરંતુ મેગેઝિન માટે એમ જ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. 

ફોટોગ્રાફરે પણ આ વાત કહી
આ તસવીર ક્લિક કરનાર ફોટોગ્રાફર જયેશ સેઠે પણ અર્ચનાની પોસ્ટ પર કમેન્ટ કરી હતી. તેમણે કહ્યું હતું, હેલ્લો અર્ચના, હા આ તસવીર મેં મારા બાંદ્રા સ્થિત સ્ટૂડિયોમાં લીધી હતી. મને લાગે છે કે આ તસવીર સ્ટારડસ્ટ કે પછી સિને બ્લિટ્સના એન્યૂઅલ શૂટ માટે લેવામાં આવી હતી. જોકે, આપણું બેસ્ટ આઉટડોર શૂટ મડ આઈલેન્ડવાળું હતું. તે સ્કિન રંગનું બૉડી સૂટ પહેર્યું હતું, મેજિક અવરમાં શૂટ કરવામાં આવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો