BARC (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ)એ આ અઠવાડિયાનો TRP રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં એક સમયે સતત ટોચ પર રહેતા શો 'અનુપમા'ની આ વખતે પણ TRP ઙટી છે. આ શોની TRP છેલ્લાં ત્રણેક અઠવાડિયાથી ઘટતી જાય છે.
ગુમ હૈ કિસી કે પ્યાર મેં
ઈમ્પ્રેશનઃ 12948
કાસ્ટઃ નીલ ભટ્ટ, આયેશા સિંહ, ઐશ્વર્યા શર્મા, દીપિકા સિંહ
સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' સતત ત્રીજા અઠવાડિયે ટોચ પર છે. આ શોમાં વિરાટ, સઈ તથા પત્રલેખાનો પ્રણયત્રિકોણ જોવા મળે છે. વિરાટ તથા પત્રલેખા એકબીજાને પ્રેમ કરતાં હતા, પરંતુ તેમના લગ્ન થઈ શકતા નથી. વિરાટ તથા સઈના લગ્ન થઈ જાય છે. હવે પત્રલેખા આ બંનેને અલગ કરવાનું ષડયંત્ર રચી રહી છે.
યે રિશ્તા ક્યા કહલાતા હૈ
ઈમ્પ્રેશનઃ 12793
કાસ્ટઃ શિવાંગી જોષી, મોહસિન ખાન
શોમાં કાર્તિકની પત્ની નાયરા જેવી દેખાતી સીરત પોતાના પ્રેમી રણબીર સાથે લગ્ન કરશે. શોમાં કાર્તિક પોતાના પ્રેમનું બલિદાન આપીને સીરત તથા રણબીરના લગ્ન કરાવે છે. કાર્તિક પોતાના હાથે સીરતને દુલ્હન તરીકે તૈયાર કરે છે અને તેને લગ્ન મંડપ સુધી લઈને આવે છે.
ઈમલી
ઈમ્પ્રેશનઃ 12480
કાસ્ટઃ સુંબુલ તૌકરી, મયુરી દેશમુખ, આસ્થા અગ્રવાલ, ચંદ્રેશ સિંહ
શોની વાર્તા ઈમલી નામની યુવતી પર આધારિત છે. ઈમલીના લગ્ન શહેરના રિપોર્ટર આદિત્ય સાથે જબરજસ્તી કરવામાં આવ્યા છે. લગ્ન બાદ ઈમલી જ્યારે શહેર આવે છે ત્યારે તેને ખબર પડે છે કે આદિત્ય અન્ય કોઈને પ્રેમ કરે છે. આદિત્ય પોતાની પ્રેમિકા માલિની સાથે લગ્ન કરે છે. જોકે, હાલના ટ્રેક પ્રમાણે, આદિત્યને લાગે છે કે તે ઈમલીને પ્રેમ કરે છે. તેણે ક્યારેય માલિનીને પ્રેમ કર્યો નથી. માલિનીને આ વાતની જાણ થાય છે અને તે આત્મહત્યા કરે છે. અલબત્ત, સમયસર સારવાર મળી જવાને કારણે તે ઠીક થઈ જાય છે. આદિત્ય હવે ઈમલી સાથેના સંબંધોનો સ્વીકાર કરવા માગે છે. તે ઈમલીને પત્નીનું સ્થાન આપવા માગે છે.
અનુપમા
ઈમ્પ્રેશનઃ 11952
કાસ્ટઃ રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, નિધી શાહ
આ શો અનુપમા નામની મહિલા પર આધારિત છે. અનુપમા પરિવારની પાછળ પોતાની જાતને ભૂલી જાય છે, તે બાબત બતાવવામાં આવી છે. તેના પતિના અફેર વિશે જાણ થતાં અનુપમા પતિ વનરાજને ડિવોર્સ આપે છે.
સાથ નિભાના સાથિયા 2
ઈમ્પ્રેશનઃ 9500
કાસ્ટઃ સ્નેહા જૈન, હર્ષ નાગર
આ શોમાં બહુ જ બધા ડ્રામા જોવા મળ્યા હતા. સિરિયલમાં અનંતે કહ્યું કે તે રાધિકાને કારણે ગહનાને ડિવોર્સ આપશે. શોમાં આગળ બતાવવામાં આવશે કે અનંત, રાધિકાને એ હદે હેરાન કરશે કે તે પોતાના તમામ ગુનાઓ કબૂલ કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.