પતિની પ્રતિક્રિયા:'અનુપમા' ને 'અનુજ'ના લવ ટ્રેક પર રૂપાલી ગાંગુલીના પતિનું રિએક્શન શું છે, એક્ટ્રેસે પહેલી જ વાર વાત કરી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂપાલી પતિ (ડાબે) તથા અનુજ (જમણે) સાથે - Divya Bhaskar
રૂપાલી પતિ (ડાબે) તથા અનુજ (જમણે) સાથે
  • 'અનુપમા' સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે

ટીવી સિરિયલ 'અનુપમા' દર્શકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલના દરેક પાત્રો ઘેર-ઘેર જાણીતા છે. આ શોમાં હાલમાં અનુપમા તથા અનુજનો લવ ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે. અનુપમાએ અનુજની પ્રપોઝલ સ્વીકારી લીધી છે. અનુજ તથા અનુપમા ચાહકોમાં 'માન' તરીકે લોકપ્રિય છે. બંનેની કેમિસ્ટ્રી જોરદાર જોવા મળી રહી છે. જોકે, રિયલ લાઇફમાં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીના પતિ આ લવ ટ્રેકને કેવી રીતે જુએ છે તે અંગેની વાત એક્ટ્રેસે કરી હતી.

શું કહ્યું રૂપાલી ગાંગુલી?
ઉલ્લેખનીય છે કે સિરિયલમાં લીડ રોલ ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી કરી રહી છે. એક ઇન્ટરવ્યૂમાં રૂપાલીએ કહ્યું હતું કે તેના તથા ગૌરવ ખન્ના (અનુજ)ના રોમેન્ટિક સીન્સ જોયા બાદ પતિ કેવી પ્રતિક્રિયા આપે છે. રૂપાલીએ કહ્યું હતું કે તેના પતિને આ રોમેન્ટિક ટ્રેક ઘણો જ પસંદ આવ્યો છે.

ગૌરવ ખન્ના તથા રૂપાલી ગાંગુલી.
ગૌરવ ખન્ના તથા રૂપાલી ગાંગુલી.

સિરિયલ સાથે જોઈએ છીએ
રૂપાલી ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે તેના પતિને અનુપમા તથા અનુજ કાપડિયાનો રોમેન્ટિક ટ્રેક ગમ્યો છે. તેઓ રોજ સાથે જ સિરિયલ જુએ છે. તેઓ તેના ક્રિટિક પણ છે અને સાથે સાથે સપોર્ટર પણ છે. તેના પતિએ અનેક જાહેરાતો ડિરેક્ટ કરી છે અને તેથી જ તેમને તરત જ ખ્યાલ આવી જાય છે કે તે એપિસોડમાં તેનાથી શું ભૂલ થઈ હતી. તે ભૂલ બતાવે છે અને કઈ રીતે વધુ સારું કરી શકાય તે અંગે વાત કરે છે. તે તેમની વાત સાંભળીને તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. તેના પતિ તેના સૌથી મોટા ચાહક પણ છે.

પતિ સાથે રૂપાલી.
પતિ સાથે રૂપાલી.

આ સિરિયલમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના ઉપરાંત અરવિંદ વૈદ્ય, અલ્પા બુચ, અનેરી વજાની, મદાલસા શર્મા, પારસ કલનાવત, નિધિ શાહ જેવા કલાકારો છે.

ઉલ્લેખનીય છે કે રૂપાલી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ 1985માં 'સાહેબ' ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2000માં રૂપાલીએ 'સુકન્યા' સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું.

દીકરા ને પતિ સાથે રૂપાલી.
દીકરા ને પતિ સાથે રૂપાલી.

હાલમાં જ રૂપાલીએ ફી વધારી
વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, રૂપાલી ગાંગુલી ઇન્ડિયન ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે. સૂત્રોના મતે, 'અનુપમા' શો હિટ જતાં જ રૂપાલી રોજના દોઢ લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. આ રકમ ઘણી જ વધારે હતી, પરંતુ રૂપાલી સીનિયર એક્ટ્રેસ છે. હવે, રૂપાલીએ પોતાની ફીમાં વધારો કર્યો છે અને તે રોજના ત્રણ લાખ રૂપિયા ફી લે છે.

2013માં લગ્ન કર્યાં હતાં
રૂપાલી તથા અશ્વિને 2013માં મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. તેમને દીકરો રૂદ્રાંશ છે. રૂપાલી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે.

અન્ય સમાચારો પણ છે...