વાઇરલ વીડિયો:માથામાં તેલ નાખ્યું હોવાથી 'અનુપમા' ફૅમ રૂપાલી ગાંગુલીએ ફોટોગ્રાફર્સને ફોટો લેવાની ના પાડી દીધી

મુંબઈ7 મહિનો પહેલા
  • રૂપાલી ગાંગુલી હાલમાં જ સલૂનની બહાર જોવા મળી હતી

લોકપ્રિય ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી સુપરહિટ શો 'અનુપમા'માં લીડ રોલ પ્લે કરી રહી છે. હાલમાં જ રૂપાલી ગાંગુલી સલૂનની બહાર જોવા મળી હતી. ફોટોગ્રાફર્સ જ્યારે રૂપાલીની તસવીરો ક્લિક કરવા લાગ્યા તો તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી.

શા માટે રૂપાલીએ ના પાડી?
રૂપાલી જેવી સલૂનમાં આવી તો હાજર રહેલા ફોટોગ્રાફર્સે તેની તસવીરો ક્લિક કરવાની શરૂઆત કરી હતી. જોકે, રૂપાલીએ તરત જ ના પાડી દીધી હતી. રૂપાલીએ કહ્યું હતું, 'માથામાં તેલ નાખ્યું છે. મને 20 મિનિટ આપો. પાછી આવું છું.' સોશિયલ મીડિયામાં રૂપાલીનો આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. આ સમયે રૂપાલીએ માસ્ક પહેર્યો નહોતો.

યુઝર્સે કમેન્ટ્સ કરી
વીડિયો વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એકે કહ્યું હતું, 'તે કેટલી રિયલાસ્ટિક છે, મને તેના પ્રત્યે પ્રેમ છે.' અન્ય એકે કહ્યું હતું, 'તું હજી પણ સારી જ લાગે છે, માથામાં તેલ હોય તેનાથી કોઈ ફેર પડતો નથી.' અન્ય એક ચાહકે કહ્યું હતું, 'તેણે માથમાં તેલ નાખ્યું હોય કે ના નાખ્યું હોય તેનાથી ખાસ ફેર પડતો નથી, પરંતુ માસ્ક તો પહેરવો તો.'

એક એપિસોડના 70 હજાર રૂપિયા મળે છે
રૂપાલી ગાંગુલીએ સાત વર્ષ બાદ ટીવી સિરિયલ 'અનુપમા'થી કમબેક કર્યું છે. આ સિરિયલમાં તે લીડ રોલમાં છે. સૂત્રોના મતે, રૂપાલી મહિનામાં 25 દિવસ શૂટિંગ કરે છે. તેને એક દિવસના 70 હજાર રૂપિયા મળે છે. 25 દિવસ શૂટ કરવાના 17 લાખ 50 હજાર રૂપિયા મળે છે. આ સિરિયલમાં રૂપાલી ગાંગુલી ઉપરાંત સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના, મદાલસા શર્મા, પારસ કલનાવત, નિધિ શાહ જેવા કલાકારો છે.

ઉલ્લેખનીય છે કે રૂપાલી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ 1985માં 'સાહેબ' ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2000માં રૂપાલીએ 'સુકન્યા' સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. રૂપાલીએ અશ્વિન કે વર્મા સાથે 2013માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક દીકરો છે.