વાઇરલ વીડિયો:'અનુપમા' બર્થડે પર મંદિરે ગઈ, અચાનક જ ચાહક પગે લાગ્યો, રૂપાલી ગાંગુલી ચમકી ગઈ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ એપ્રિલના રોજ રૂપાલીએ 45મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

'અનુપમા' ફૅમ રૂપાલી ગાંગુલીનો પાંચ એપ્રિલના રોજ 45મો જન્મદિવસ હતો. રૂપાલીએ આખો દિવસ પતિ તથા દીકરા રૂદ્રાંશ સાથે પસાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે છેલ્લાં 2 વર્ષથી કોરોના હોવાને કારણે તે બર્થડે સેલિબ્રેટ કરી શકતી નહોતી. જન્મદિવસ પર રૂપાલી મંદિર ગઈ હતી અને અહીંયા તેના એક ચાહકે તેને શુભેચ્છા પાઠવી હતી અને પગે પણ લાગ્યો હતો.

વીડિયો વાઇરલ
જન્મદિવસ પર રૂપાલી ગાંગુલી મુંબઈના ઈસ્કોન મંદિર તથા મુક્તેશ્વર મંદિર ગઈ હતી. રૂપાલી દર્શન કરીને બહાર આવી ત્યારે ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધી હતી, તેમાંથી એક ફોટોગ્રાફર રૂપાલીને પગે લાગ્યો હતો અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રૂપાલીએ ફોટોગ્રાફરને આશીર્વાદ પણ આપ્યા હતા. ત્યારબાદ પતિને કહ્યું હતું કે તેનો જે ફેવરિટ ફોટો છે, તે આ જ ફોટોગ્રાફરે ક્લિક કર્યો છે. ચાહકો પણ રૂપાલીને ઓળખી ગયા હતા અને તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા હતા.

રૂપાલીને બર્થડેની બેસ્ટ ગિફ્ટ મળી
રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે તેને જન્મદિવસની બેસ્ટ ગિફ્ટ મળી છે. તેને દીકરાએ જાતે બનાવેલું જન્મદિવસનું કાર્ડ આપ્યું છે. આ કાર્ડમાં લખ્યું હતું, 'હેપ્પી બર્થડે મમ્મી, આઇ લવ યુ.'

ટીવીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ
રૂપાલી ગાંગુલી ઇન્ડિયન ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે. સૂત્રોના મતે, 'અનુપમા' શો હિટ જતાં જ રૂપાલી રોજના દોઢ લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. આ રકમ ઘણી જ વધારે હતી, પરંતુ રૂપાલી સીનિયર એક્ટ્રેસ છે. હવે, રૂપાલી રોજના ત્રણ લાખ રૂપિયા ફી લે છે.

ઉલ્લેખનીય છે કે રૂપાલી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ 1985માં 'સાહેબ' ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2000માં રૂપાલીએ 'સુકન્યા' સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. રૂપાલીએ અશ્વિન કે વર્મા સાથે 2013માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક દીકરો છે.