તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:'અનુપમા' ફૅમ પારસ કલનાવતના પિતાનું હાર્ટ અટેકને કારણે અવસાન, લિફ્ટમાં ચક્કર આવીને પડી ગયા હતા

મુંબઈએક મહિનો પહેલા
પારસ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેના પિતાનું અવસાન થયું હતું

ટીવી સિરિયલ 'અનુપમા'માં રૂપાલી ગાંગુલીના દીકરા સમર શાહનો રોલ પ્લે કરતાં પારસ કલનાવતના પિતા ભૂષણનું હાર્ટ અટેકને કારણે 27 માર્ચના રોજ નિધન થયું હતું. જ્યારે પારસના પિતાનું નિધન થયું ત્યારે પારસ સિરિયલના સેટ પર શૂટિંગ કરતો હતો.

પારસના પેરેન્ટ્સ
પારસના પેરેન્ટ્સ

લિફ્ટમાં પડી ગયા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પારસના પિતા લિફ્ટમાં હતા અને તેમને અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પારસની માતાએ દીકરાને ફોન કર્યો હતો અને તેઓ ફોન પર જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ફોન પર તેમણે બધી વાત કરી હતી.

પ્રોડક્શનનું બાઈક લઈને પારસ ગયો
માતાના ફોન બાદ પારસ તરત જ પ્રોડક્શન ટીમના એક સભ્યનું બાઈક લઈને હોસ્પિટલ રવાના થયો હતો. રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે કારમાં હોસ્પિટલ ગયા હતા. આ ઉપરાંત અન્ય સ્ટાર કાસ્ટ તથા ક્રૂ મેમ્બર્સ પણ હોસ્પિટલ ગયા હતા. જોકે, દુઃખની વાત એ છે કે પારસ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેના પિતાનું અવસાન થયું હતું.

'અનુપમા' સિરિયલના કલાકારો
'અનુપમા' સિરિયલના કલાકારો

થોડાં સમય સુધી શૂટિંગ અટવાયું
સેટ પર આવી ઘટના બનતા થોડાંક કલાકો સુધી શૂટિંગ કરવામાં આવ્યું નહોતું. સેટની દરેક વ્યક્તિ આઘાતમાં હતી.

ફેબ્રુઆરીમાં પારસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં પારસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પારસે તે સમયે કહ્યું હતું કે તેના પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તે વાત તેને રાહત આપનારી હતી. તેના પિતાને ડાયાબિટિઝ તથા એન્જિયોગ્રાફી કરાવી હતી.

માતા-પિતા તથા બહેન સાથે પારસ
માતા-પિતા તથા બહેન સાથે પારસ

કોણ છે પારસ?
9 નવેમ્બર, 1996માં નાગપુરમાં જન્મેલા પારસના પિતા ભૂષણ બિઝનેસમેન છે અને માતા અનિતા હાઉસમેકર છે. પારસે નાગપુરમાં જ કોમર્સમાં બેચલર ડિગ્રી લીધી છે. ત્યારબાદ તે મુંબઈ એક્ટર બનવા આવ્યો હતો. અહીંયા તેણે ટેરેન્સની ડાન્સ એકેડમી જોઈન કરી હતી. ત્યારબાદ તેણે બેરી જ્હોન એક્ટિંગ સ્કૂલમાંથી એક્ટિંગ શીખી હતી. પારસે 2016માં મોડલિંગમાં કરયિર બનાવી હતી. તેણે અનેક જાણીતા ફેશન ડિઝાઈનર સાથે કામ કર્યું હતું. તેણે 2017માં ટીવી સિરિયલ 'મેરી દુર્ગા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પારસે વેબ સિરીઝ તથા મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.

'અનુપમા' છેલ્લાં ઘણાં સમયથી TRPમાં ટોપ પર છે
પ્રોડ્યૂસર રાજન સાહી તથા ડિરેક્ટર રોમેશ કાર્લાની સિરિયલ 'અનુપમા' ગયા વર્ષે જુલાઈમાં શરૂ થઈ હતી. આ સિરિયલ શરૂઆતથી જ દર્શકોને ઘણી જ પસંદ આવી છે. આ સિરિયલ છેલ્લાં ઘણાં સમયથી TRP ચાર્ટમાં ટોચ પર છે. એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ આ સિરિયલથી કમબેક કર્યું છે. રૂપાલી ગાંગુલી 'અનુપમા'નો રોલ પ્લે કરે છે. આ ઉપરાંત સિરિયલમાં સુધાંશુ પાંડે (વનરાજ શાહ), મદાલસા શર્મા (કાવ્યા ગાંધી), અરવિંદ વૈદ્ય (હસમુખ શાહ) જેવા કલાકારો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો