કેમ રૂપાલી ગાંગુલી આવું બોલી?:'અનુપમા'એ કહ્યું, 'હું નિષ્ફળ માતા છું, દીકરો ક્યારેય મારી સિરિયલ જતો નથી'

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રૂપાલી ગાંગુલી ભારતભરમાં 'અનુપમા'ના નામથી લોકપ્રિય છે. આ સિરિયલ પણ TRP ચાર્ટમાં નંબર વન પર રહેતી હોય છે. આ સિરિયલ છેલ્લા બે વર્ષથી ચાલે છે. હાલમાં જ રૂપાલી ગાંગુલીએ આ સિરિયલને કારણે તે પોતાની અંગત લાઇફને કેવી રીતે બેલેન્સ કરે છે તે અંગે વાત કરી હતી. રૂપાલીએ કહ્યું હતું કે તે બધી જ ક્રેડિટ તેના પતિને આપે છે.

શું કહ્યું રૂપાલી ગાંગુલીએ?
રૂપાલીએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે નસીબદાર છે કે તેનો આટલો સપોર્ટિવ પતિ મળ્યો. તેમણે વહેલું રિટાયરમેન્ટ લઈ લીધું અને તે અમેરિકાથી ભારત આવી ગયા. તેમને એ વાતનો કોઈ ફરક પડતો નથી કે તે કામ કરે કે ના કરે, કારણ કે તેમની ઈચ્છાઓ બહુ વધારે નથી.

નિષ્ફળ માતા છું: રૂપાલી
વધુમાં રૂપાલીએ કહ્યું હતું કે તેના પતિ માને છે કે સંતાન સાથે માતા કે પિતામાંથી કોઈ એક વ્યક્તિની હંમેશાં જરૂર પડે છે. તે ક્યારેય હાઉસ હેલ્પરના ભરોસે બાળકને મૂકીને બહાર જતી નથી. એવું નથી કે હાઉસ હેલ્પર ખરાબ છે. તેણે એક છોકરીને કેરટેકર તરીકે રાખી છે અને તે ઘણી જ સારી છે. તે છોકરી તેના માટે પરિવાર જેવી જ છે, પરંતુ તે કામ માટે બાળકને એકલા મૂકીને જતી નથી. તેના પતિ અશ્વિન ઘણાં જ સપોર્ટિવ છે. તે હંમેશાં દીકરા રૂદ્રાંશ સાથે હોય છે. તે માતા તરીકે નિષ્ફળ રહી છે, પરંતુ તે પિતા તથા માતા તરીકે હમેશાં દીકરા સાથે હોય છે.

રૂપાલીએ વાત આગળ વધારતા કહ્યું હતું કે લોકો કામ વગર ગમે તેમ બોલતા રહે છે અને તે આ બધી વાતો પર ક્યારેય ધ્યાન આપતી નથી. તે આ બધી નકારાત્મકતાથી તેને કોઈ ફેર પડતો નથી.

દીકરો સિરિયલ જોતો નથી
રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે રુદ્રાંશે હજી સુધી 'અનુપમા'ના એક પણ એપિસોડ જોયા નથી. તેને લાગે છે કે તેની માતા ઘર કરતાં સેટ પર વધુ સમય આપે છે. જ્યારે પણ સિરિયલ શરૂ થાય તો તે પોતના રૂમમાં જતો રહે છે અને પોતાના ચહેરો ઢાંકીને રાખે છે. તે સાડા છ વર્ષનો છે અને શરૂઆતમાં તેને એવું હતું કે 'અનુપમા' તેનો બીજો પરિવાર છે અને તેથી જ તે ત્યાં વધુ સમય આપે છે. તે જ્યારે પણ ઘરની બહાર નીકળે અને ચાહકો તેને 'અનુપમા....અનુપમા'ના નામથી બોલાવે ત્યારે રુદ્રાંશ શરમાઈ જાય છે.

ટીવીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ
રૂપાલી ગાંગુલી ઇન્ડિયન ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે. સૂત્રોના મતે, 'અનુપમા' શો હિટ જતાં જ રૂપાલી રોજના દોઢ લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. આ રકમ ઘણી જ વધારે હતી, પરંતુ રૂપાલી સીનિયર એક્ટ્રેસ છે. હવે, રૂપાલી રોજના ત્રણ લાખ રૂપિયા ફી લે છે.

ઉલ્લેખનીય છે કે રૂપાલી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ 1985માં 'સાહેબ' ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. રૂપાલીએ અશ્વિન કે વર્મા સાથે 2013માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક દીકરો છે. રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલી ડિરેક્ટર તથા સ્ક્રીનરાઇટર હતા. રૂપાલીનો ભાઈ વિજય ગાંગુલી એક્ટર તથા પ્રોડ્યૂસર છે.

અન્ય સમાચારો પણ છે...