સિરિયલની વાઇરલ તસવીરો:'અનુપમા' પાનેતરમાં રાજકુમારી જેવી લાગી, 'અનુજ' સાથે સાત ફેરા ફર્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવી સિરિયલ 'અનુપમા' દર્શકોમાં ઘણી જ લોકપ્રિય છે. હાલમાં સિરિયલમાં અનુપમા (રૂપાલી ગાંગુલી) તથા અનુજ (ગૌરવ ખન્ના)ના વેડિંગનો ટ્રેક ચાલે છે. વનરાજ (સુધાંશુ પાંડે)ને ડિવોર્સ આપ્યા બાદ અનુપમાને અનુજ ગમવા લાગ્યો હતો. બંને હવે લગ્ન બંધનમાં બંધાઈ રહ્યા છે. અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો બાદ હવે આ બંને એક થવા જઈ રહ્યા છે.

લગ્નની તસવીરો-વીડિયો વાઇરલ થયા
અનુપમા તથા અનુજના લગ્નની તસવીરો ને વીડિયો સો.મીડિયામાં ઘણાં જ વાઇરલ થયા છે. અનુપમા પાનેતરમાં જોવા મળે છે. તે રાજકુમારીની જેમ લગ્નમંડપમાં ધમાકેદાર એન્ટ્રી કરે છે. અનુજ પણ રાજકુમારથી ઓછો લાગતો નથી.

અનુપમા-અનુજના લગ્નની વાઇરલ તસવીરો ને વીડિયો

ટીવીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ
રૂપાલી ગાંગુલી ઇન્ડિયન ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે. સૂત્રોના મતે, 'અનુપમા' શો હિટ જતાં જ રૂપાલી રોજના દોઢ લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. આ રકમ ઘણી જ વધારે હતી, પરંતુ રૂપાલી સીનિયર એક્ટ્રેસ છે. હવે, રૂપાલી રોજના ત્રણ લાખ રૂપિયા ફી લે છે.

ઉલ્લેખનીય છે કે રૂપાલી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ 1985માં 'સાહેબ' ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2000માં રૂપાલીએ 'સુકન્યા' સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. રૂપાલીએ અશ્વિન કે વર્મા સાથે 2013માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક દીકરો છે.