તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'અનુપમા'ના સેટ પર કોરોનાનો કહેર:રૂપાલી ગાંગુલી સહિત 5 લોકો પોઝિટિવ છતાંય મેકર્સે શૂટિંગ ચાલુ રાખ્યું

મુંબઈ8 દિવસ પહેલાલેખક: કિરણ જૈન

દેશમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેમાંથી બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ પણ બાકાત નથી. હવે 'અનુપમા'ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૂપાલીની સાથે ત્રણ ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા છે. સેટ પર પોઝિટિવ કેસ આવ્યા હોવા છતાંય શૂટિંગ ચાલુ છે. ત્રણ દિવસ પહેલાં આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસની અંદર સેટ પર પાંચ લોકો પોઝિટિવ આવ્યા છે.

પહેલી એપ્રિલે રૂપાલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
સૂત્રોના મતે, 'રૂપાલીમાં કોરોનાના એક પણ લક્ષણ નહોતા. જોકે, ત્રણ દિવસ પહેલાં તેના ઓન સ્ક્રીન દીકરાનો રોલ પ્લે કરતાં એક્ટર આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે દરમિયાન રૂપાલી તથા આશિષે સાથે કેટલાંક સીન્સ શૂટ કર્યા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને રૂપાલીએ ટેસ્ટ કરાવ્યો હતો. રૂપાલીનો રિપોર્ટ આજે એટલે કે 2 એપ્રિલના રોજ 12 વાગે પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ રૂપાલીએ પ્રોડક્શન ટીમને આ અંગેની માહિતી આપી હતી. રૂપાલી પહેલી એપ્રિલે સેટ પર આવી નહોતી.

આ દરમિયાન પ્રોડ્યૂસર રાજન સાહી અને તેની ટીમ સિરિયલને આગળ કેવી રીતે ચલાવવી તેની મથામણમાં વ્યસ્ત છે. હાલમાં સિરિયલમાં ડિવોર્સ ટ્રેક પર ફોકસ કરવામાં આવ્યું છે, પરંતુ સિરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ટ્રેકમાં ફેરફાર કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

સુધાંશુની તબિયત પણ ખરાબ
સિરિયલમાં વનરાજ શાહનો રોલ પ્લે કરતાં સુધાંશ પાંડેની તબિયત બે દિવસથી ખરાબ છે. તેણે પણ ટેસ્ટ કરાવ્યો છે. જોકે, તેનો રિપોર્ટ્સ આવતીકાલે (3 એપ્રિલ) આવશે.

આશિષ મેહરોત્રા સેલ્ફ આઈસોલેશનમાં
'અનુપમા'માં પારિતોશ શાહનું પાત્ર ભજવતા આશિષ મેહોરાત્રા પણ છેલ્લાં કેટલાંક એપિસોડમાં જોવા મળ્યો નથી. તેની અચાનક ગેરહાજરીથી દર્શકોને પણ નવાઈ લાગી હતી. આશિષ પણ કોરોના પોઝિટિવ છે. તે હાલમાં ઘરમાં જ આઈસોલેટ છે.

3 ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ
સેટ પર એક સ્પોટબોય, લાઈટમેન તથા અન્ય એક ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં 'અનુપમા'ના સેટ પર 5 પાંચ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. ટેલિકાસ્ટને ધ્યાનમાં લઈને મેકર્સ હાલમાં શૂટિંગ અટાકવવાના પક્ષમાં નથી.

ફેબ્રુઆરીમાં પારસ કલનાવતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ટીવી એક્ટર પારસ કલનાવત હાલમાં ટીવી સિરિયલ 'અનુપમા'માં સમર શાહના રોલમાં જોવા મળી રહ્યો છે. પારસનો કોવિડ 19નો ટેસ્ટ ફેબ્રુઆરીમાં પોઝિટિવ આવ્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી પારસની તબિયત સારી નહોતી. પારસનો ટેસ્ટ પોઝિટિવ આવતા હાલમાં સિરિયલનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે પારસના પિતાનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો