તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉકડાઉન ડાયરી:'અનુપમા' ફૅમ રૂપાલી ગાંગુલીએ કહ્યું, 'નોકરોના પરિવારની મદદ કરી, જાનવરો માટે 7-8 કલાક ફિલ્મસિટીમાં પસાર કર્યાં હતાં

મુંબઈએક મહિનો પહેલાલેખક: કિરણ જૈન

છેલ્લાં ઘણાં મહિનાથી 'અનુપમા' TRPમાં નંબર વન છે. આ શો દર્શકોને ઘણો જ પસંદ આવ્યો છે. આ શો ગયા વર્ષે લૉન્ચ થવાનો હતો, પરંતુ લૉકડાઉનને કારણે લૉન્ચિંગના એક દિવસ પહેલાં પ્રોડ્યૂસર રાજન શાહીએ શો ટેલિકાસ્ટ ના કરવાનો નિર્ણય લીધો હતો. આ શોથી રૂપાલી ગાંગુલીએ 7 વર્ષ બાદ ટીવીમાં કમબેક કર્યું છે. શો ટેલિકાસ્ટ ના થતાં રૂપાલી નર્વસ થઈ ગઈ હતી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રૂપાલીએ લૉકડાઉન સાથે જોડાયેલા અનુભવો શૅર કર્યા હતા.

લૉકડાઉને વસ્તુઓનું મહત્ત્વ જ બદલી નાખ્યું
આપણાં તમામ માટે લૉકડાઉન એક લર્નિંગ તથા અવેરનેસની પ્રોસેસ રહ્યું. કોરોનાનો ડર હતો, પરંતુ આ સાથે જ આપણને એ વાત સમજાઈ ગઈ હતી કે આપણે યુનિવર્સમાં કેટલા નાના છીએ. આપણે પણ કોઈ વાઇરસથી ઓછા નથી. એક નાનકડા વાઇરસે લાખો લોકોનો જીવ લઈ લીધો છે. સમજ્યા વગર કે કોણ અમીર છે અને કોણ ગરીબ છે. આ વાઇરસે કોઈ ભેદભાવ કર્યો નથી. અંગત રીતે મારા જીવનમાં બહુ ફેરફાર આવ્યો છે. વસ્તુઓનું મહત્ત્વ જ બદલાઈ ગયું છે. પછી તે પિત્ઝા ખાવા જ કેમ ના હોય. આ વાત સમજાઈ ગઈ કે જીવવા માટે માત્ર એક છત, દાળ-ભાત તથા રોટલી જ જોઈએ. પરિવારના પ્રેમ વગર આપણે કંઈ જ નથી. આપણે પર્યાવરણનું બહુ ધ્યાન રાખવાની જરૂર છે.

શોના પ્રોડ્યૂસરને મારી પર વિશ્વાસ હતો
મારો શો 'અનુપમા' લૉન્ચિંગના એક દિવસ પહેલાં જ કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. તે સમયે એવો ડર હતો કે શું અમે પરત આવીશું કે નહીં? જ્યારે શો પરત આવ્યો ત્યારે 9ને બદલે 10નો ટાઈમ આપવામાં આવ્યો. ડર તો હતો, પરંતુ ભગવાનની કૃપાથી મેં અને અમારી ટીમે ક્યારેય આશા ગુમાવી નહોતી. મને ખ્યાલ હતો કે અમારો શો ઘણો જ સારો બન્યો છે. પ્રીમિયર પહેલાં છ એપિસોડ તૈયાર હતા, મેં એક પણ એપિસોડ જોયો નહોતો. જોકે, શૂટિંગ દરમિયાન ઘણી જ સંતુષ્ટ હતી. મારી પર વિશ્વાસ નહોતો, પરંતુ શોના પ્રોડ્યૂસર રાજન શાહી પર પૂરો વિશ્વાસ હતો.

નોકરોના પરિવારનું ધ્યાન રાખ્યું
લૉકડાઉન દરમિયાન મને તથા મારા પતિને અહેસાસ થયો કે આપણે માત્ર આપણું જ નહીં, પરંતુ અનેક લોકોનું ધ્યાન રાખી શકીએ છીએ. એક તરફ જ્યાં લોકોના ઘરમાં નોકર આવતા નહોતા તો મારી સાથે મારા નોકરો પણ રહેતા હતા. મારી ઓફિસમાં પણ ઘણાં લોકો રહેતા હતા. તેમને બેઝિક વસ્તુઓનો સામાન જેમ કે દાળ, ચોખા, સાબુ તથા કપડાંની વ્યવસ્થા કરી હતી.

અઠવાડિયાના કેટલાંક દિવસ ફિલ્મસિટીમાં પસાર કરતી
અઠવાડિયાના કેટલાંક દિવસ હું ફિલ્મસિટીમાં પસાર કરતી હતી. ત્યાં જેટલા પણ કૂતરા, વાંદરા હતા, તેમને ભોજન આપતી. મને 7થી 8 કલાક થતા હતા. રોજ સવારે અમે સુપર માર્કેટની લાઈનમાં ઊભા રહેતા અને જાનવરો માટે ભોજન ખરીદતા હતા. રેશનિંગની દુકાનમાંથી પણ અનાજ લાવતા. વાંદરા માટે ગાડી ભરીને કેળા લાવતી હતી. અમે મેનિકા ગાંધી (એનિમલ રાઈટ એક્ટિવિસ્ટ)ની સ્પેશિયલ પરમિશન લઈને ફિલ્મસિટીમાં આવતા. કેટલાંક જાનવર બીમાર પડતા તો તેમને હોસ્પિટલ લઈ જતા. મારા પતિ તથા દીકરાએ ઘણો જ સાથ આપ્યો હતો. દિવસે આવતી અને રાત્રે ઘરે જતી. મારા માટે લૉકડાઉન સાથે જોડાયેલી યાદગાર પળમાંથી આ એક છે. સાચું કહું તો અત્યારે જેટલી મહેનત કરું છું, તેનાથી વધારે મહેનત હું લૉકડાઉન દરમિયાન કરતી હતી.

લૉકડાઉનમાં હજામત કરતાં શીખી ગઈ
લૉકડાઉનમાં મેં એક સ્કિલ શીખી છે અને તે છે હજામત કરવી. આ દરમિયાન હું મારા પતિ, દીકરા તથા ભાઈના હેર કટ કરતી હતી. હું મારા વાળ પણ જાતે જ કાપતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો