વાઇરલ તસવીરો:'અનુપમા'માં પહેલી જ વાર અનુપમા-અનુજ ઇન્ટિમેટ થયાં, બંનેએ કિસ કરી; શોની TRP વધશે?

મુંબઈએક મહિનો પહેલા

લોકપ્રિય ટીવી સિરિયલ 'અનુપમા' સો.મીડિયામાં હાલમાં ટ્રેન્ડ કરી રહી છે. આ શો ચાહકોને ઘણો જ ગમે છે. આ શોમાં અનુપમા (રૂપાલી ગાંગુલી)એ અનુજ (ગૌરવ ખન્ના) સાથે લગ્ન કર્યાં છે. ચાહકો આતુરતાથી બંને વચ્ચેના રોમેન્ટિક સીન્સ જોવા આતુર હતા. હાલમાં બંનેની રોમેન્ટિક તસવીરો વાઇરલ થઈ છે.

અનુપમા-અનુજનો રોમાન્સ
શોમાં છેલ્લા કેટલાક સમયથી અનુપમા-અનુજ ઘણાં જ સ્ટ્રેસમાં રહ્યાં હતાં. આ બધું ભૂલીને અનુપમાએ અનુજ માટે રોમેન્ટિક ડેટ પ્લાન કર્યો હતો. અનુપમા ફ્રેશ સ્ટાર્ટ ઈચ્છતી હતી. એપિસોડમાં અનુપમા તથા અનુજનો પ્રેમ જોવા મળ્યો હતો. શોમાં બંને પહેલી જ વાર ઇન્ટિમેટ થતાં જોવા મળ્યાં હતાં. અનુપમા તથા અનુજ વચ્ચે પેશનેટ કિસ જોવા મળી હતી. ચાહકોને અનુપમા-અનુજની સિઝલિંગ કેમિસ્ટ્રી ઘણી જ પસંદ આવી હતી.

TRPમાં ફાયદો મળશે?
સો.મીડિયા યુઝર્સે કહ્યું હતું કે અનુપમા તથા અનુજ ન્યૂલીવેડ કપલ છે. બંનેનો રોમાન્સ ને હેપ્પી મોમેન્ટ્સ જોયા બાદ ચાહકોને લાગી રહ્યું છે કે બંને વચ્ચે પહેલાં જેવું બધું ઠીક થઈ જશે. અનુપમા તથા અનુજના રોમાન્સને કારણે TRP વધશે એમ માનવામાં આવે છે. આ શો મોટા ભાગે TRPની રેસમાં નંબર વન પર હોય છે.

સો.મીડિયા યુઝર્સે શું કહ્યું?
અનુપમા તથા અનુજના રોમાન્સની તસવીરો વાઇરલ થયા બાદ એક યુઝરે કહ્યું હતું કે તેઓ ઘણાં જ હોટ છે. અન્ય એકે કહ્યું હતું કે અનુપમા ઘણી જ પ્રીટિ લાગે છે. અન્ય એકે કહ્યું હતું કે અનુપમા તથા અનુજના સંબંધો પહેલાં કરતાં વધુ સ્ટ્રોંગ થઈ જશે.

ટીવીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ
રૂપાલી ગાંગુલી ઇન્ડિયન ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસીસમાંથી એક છે. સૂત્રોના મતે, 'અનુપમા' શો હિટ જતાં જ રૂપાલી રોજના દોઢ લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. આ રકમ ઘણી જ વધારે હતી, પરંતુ રૂપાલી સિનિયર એક્ટ્રેસ છે. હવે રૂપાલી રોજના ત્રણ લાખ રૂપિયા ફી લે છે.

ઉલ્લેખનીય છે કે રૂપાલી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ 1985માં 'સાહેબ' ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. રૂપાલીએ અશ્વિન કે. વર્મા સાથે 2013માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક દીકરો છે. રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલી ડિરેક્ટર તથા સ્ક્રીનરાઇટર હતા. રૂપાલીનો ભાઈ વિજય ગાંગુલી એક્ટર તથા પ્રોડ્યુસર છે.

નોંધનીય છે કે ભૂતકાળમાં ટીવી સિરિયલ 'બડે અચ્છે લગતે હો'ના લીડ કલાકારો રામ કપૂર તથા સાક્ષી તન્વરની કિસ ઘણી જ વાઇરલ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...