તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Anupama Actor Sudhanshu Pandey Slammed Award Show Organizers And Celebs For Not Following COVID 19 Protocols, Gets Trolled For Not Wearing Mask Himself

ટ્રોલર્સને જવાબ:અવોર્ડ ફંક્શનમાં કોવિડ 19 પ્રોટોકોલ ફોલો ના થતા એક્ટર સુધાંષુ પાંડે ગુસ્સે થયો, પોતે માસ્ક ના પહેરતા ટ્રોલ થયો

8 મહિનો પહેલા

દેશમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે હાલમાં જ મુંબઈમાં દાદાસાહેબ ફાળકે આઈકન અવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિ ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા ફેમસ લોકો હાજર હતા. મોટી સંખ્યામાં લોકો આ ફંક્શનમાં સામેલ થયા હતા જો કે ત્યાં કોવિડ 19 સાથે જોડાયેલા પ્રોટોકોલ ફોલો કર્યા નહોતા. આ વાત પર અનુપમા સિરિયલ એક્ટર સુધાંષુ પાંડેએ ગુસ્સે થઇને ફંક્શનના ઓર્ગેનાઈઝર પર નિશાન તાક્યું.જો કે, તેણે માસ્ક ના પહેરીને ઇન્ટરવ્યૂ આપતા લોકોએ તેને જ ટ્રોલ કરવાનો શરુ કરી દીધો હતો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે તેમાં સુધાંષુ પાંડેએ કહ્યું કે, આ ફંક્શનમાં કોઈ પ્રોટોકોલ ફોલો થઇ રહ્યા નથી. આ ખરાબ વાત છે. કારણ કે અહિ ઘણા બધા લોકો છે અને કોઈએ પણ માસ્ક પહેર્યું નથી. સેનિટાઈઝર પણ ક્યાંય નથી. હું ઘણો નિરાશ છું કે, અમે બધા આટલી મોટી સંખ્યામાં એક જગ્યાએ ભેગા થયા છીએ, સારા કામ માટે ભેગા થયા છીએ પરંતુ અંદર કોઈ પ્રોટોકોલ ફોલો થયા નથી.

ઇન્ટરવ્યૂ દરમિયાન સુધાંષુ પાંડે કદાચ ભૂલી ગયો હતો કે તેણે અને તેની કો-સ્ટાર રૂપાલી ગાંગુલીએ પણ માસ્ક પહેર્યો નહોતો. આ જોઈને સોશિયલ મીડિયા પર બંનેને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. યુઝર્સે કહ્યું, પહેલા માસ્ક પહેરો, પછી ફરિયાદ કરજો. અન્ય યુઝરે લખ્યું કે, તો આવા ફંક્શનમાં કેમ ઊભા છો? અવોર્ડ મળવાની રાહ કેમ જોવો છો કે શું?

સુધાંષુની ચોખવટ
માસ્ક ના પહેરવાને લીધે ટ્રોલ થયેલા સુધાંષુ પાંડેએ ચોખવટ કરતા કહ્યું કે, બધા વારંવાર પૂછી રહ્યા છે કે મેં માસ્ક કેમ પહેર્યો નથી? આ ઇન્ટરવ્યૂ અવોર્ડ ફંક્શનની બહાર ખુલ્લી જગ્યામાં થયું હતું. ત્યાં મીડિયા 15 ફૂટ દૂર હતી. જો હું પોતે જ પ્રોટોકોલ ફોલો ના કરતો હોત તો આ બધા વિશે વાત જ ના કરત.