બિગ બોસ 14:#MeToo વિવાદ પછી અનુ મલિક ફરીવાર ટીવી પર જોવા મળે તેવી શક્યતા, 'બિગ બોસ 14'ના સ્પેશિયલ સેગમેન્ટ માટે મેકર્સે સંપર્ક કર્યો

મુંબઈએક વર્ષ પહેલાલેખક: કિરણ જૈન

લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 14'ને શક્ય તેટલું મનોરંજક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોમવાર, 9 નવેમ્બરના રોજ 'બિગ બોસ કી અદાલત'માં ફરાહ ખાન આવી હતી. આ સેગમેન્ટમાં ફરાહે સ્પર્ધકોને સવાલો કર્યા હતા. ફરાહે માત્ર સ્પર્ધકોને ધમકાવ્યા જ નહીં પરંતુ યોગ્ય રીતે ગેમ રમવાની સલાહ પણ આપી હતી.

હવે શોને વધુ રસપ્રદ બનાવવા માટે ફરાહ ખાન ઉપરાંત મેકર્સે કેટલાંક મ્યૂઝિક કમ્પોઝર-સિંગર્સને પણ દિવાળી સ્પેશિયલ સેગમેન્ટ માટે સાઈન કર્યા છે. સૂત્રોના મતે, મેકર્સે અનુ મલિક, શાન તથા સચિન-જીગરને સાઈન કર્યા છે. આ સંગીતકાર પોતાના મ્યૂઝિકથી સ્પર્ધકોની દિવાળીને સ્પેશિયલ બનાવશે.

#MeTooમાં નામ આવ્યા બાદ અનુ મલિકે 'ઈન્ડિયન આઈડલ' શો છોડ્યો હતો
અનુ મલિક આ પહેલા સિગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ'માં જજ તરીકે જોવા મળ્યો હતો. ફીમેલ સિંગર્સે અનુ મલિક પર #MeToo હેઠળ આક્ષેપો મૂક્યા હતા અને તેને કારણે અનુ મલિકને 'ઈન્ડિયન આઈડલ'માંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. જોકે, અનુ મલિક પરના આક્ષેપો સાબિત થઈ શક્યા નહોતા. હવે સિંગર ફરી એકવાર નાના પડદે આવવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે નૈના સિંહ શોમાંથી એવિક્ટ થઈ છે. રાહુલ વૈદ્ય તથા શાર્દુલ પંડિત પણ એવિક્શન માટે નોમિનેટ થયા હતા. જોકે, નૈના સિંહને સૌથી ઓછા વોટ મળતા તેને ઘરની બહાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...