તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રિબ્યૂટ:અંકિતા પૂર્વ પ્રેમી સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યૂટ આપશે, રિહર્સલ કરતાં કહ્યું- આ બહુ જ દુઃખદ છે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂનના રોજ બાન્દ્રા સ્થિત પોતાના ઘરમાં મોત થયું હતું. સુશાંતના મોત બાદથી તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે સતત ન્યાય માટે અપીલ કરતી હતી. સુશાંતના મોતના પાંચ મહિના બાદ અંકિતા ટૂંક સમયમાં એક્ટરને ટ્રિબ્યૂટ આપવાની છે. આ ટ્રિબ્યૂટ એક અવોર્ડ ફંક્શનમાં આપવામાં આવશે, અહીં તે સુશાંત માટે પર્ફોર્મ કરશે. અંકિતાએ પર્ફોર્મન્સની તૈયારી શરૂ કરી દીધી છે. અંકિતાએ ડાન્સ રિહર્સલનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો.

અંકિતા એક્ટર સુશાંતની ફિલ્મના ગીતો પર ડાન્સ પર્ફોમન્સ કરવાની છે. હાલમાં જ અંકિતાએ નેહા કક્કરના નવા ગીત 'તારો કે શહર'માં કોરિયોગ્રાફર સાથે ડાન્સ કર્યો હતો.

પૂર્વ પ્રેમીના મોત બાદ તેના માટે પર્ફોર્મ કરવું અંકિતા માટે ઘણું જ દુઃખદ તથા મુશ્કેલ હતું. આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું, 'આ સમય ઘણો જ અલગ છે અને પર્ફોર્મ કરવું મુશ્કેલ છે. મારા તરફથી તારા માટે. આ બહુ જ દર્દનાક છે સુશાંત સિંહ રાજપૂત. માનવ-અર્ચના.' અંકિતા આ પર્ફોર્મન્સ ઝી સિને રિશ્તે એવોર્ડ 2020માં આપશે.

હેપી પોસ્ટ શૅર કરવા પર સુશાંતના ચાહકોએ ટ્રોલ કરી હતી
સુશાંતના મોત બાદ થોડાં સમય સુધી અંકિતા સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. જોકે, હવે તે સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ છે. હાલમાં જ અંકિતાએ એક તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હું કદાચ પર્ફેક્ટ નથી પરંતુ હું, હું જ છું.' આ પોસ્ટ પર સુશાંતના ચાહકોએ અંકિતાને એક્ટરની યાદ અપાવીને ટ્રોલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...