સંબંધ અધૂરો રહ્યો:અંકિતા લોખંડેનો ઘટસ્ફોટ- સુશાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કરવા માટે 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મ ઠુકરાવી હતી

મુંબઈ7 મહિનો પહેલા
સુશાંત તથા અંકિતા વચ્ચે છ વર્ષ સુધી સંબંધો રહ્યાં હતાં
  • સુશાંતના મોત બાદ પહેલી જ વાર અંકિતાએ પોતાની વાત કહી

બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેની વાત માનીએ તો તેણે સુશાંત સિંહ રાજપૂત માટે સંજય લીલા ભણસાલીની 'બાજીરાવ મસ્તાની' તથા ફરાહ ખાનની 'હેપી ન્યૂ યર' જેવી ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી છે. અંકિતાએ એક ઈન્ટરવ્યૂમાં સુશાંત સાથેના પોતાના સંબંધો તથા બ્રેકઅપ અંગે વાત કરી હતી. તેમના મતે, સુશાંત તથા તેના સંબંધો લગ્ન સુધી પહોંચી ગયા હતા.

શાહરુખે કહ્યું હતું, આ બેસ્ટ ડેબ્યૂ થઈ શકે છે
અંકિતાએ કહ્યું હતું, 'મેં અનેક બાબતો છોડી હતી. મને યાદ છે કે ફરાહ મેમ (ફરાહ ખાન) મારી પાસે 'હેપી ન્યૂ યર'ની ઓફર લઈને આવી હતી. હું શાહરુખ સરને પણ મળી હતી. તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે આ ફિલ્મ મારા માટે બેસ્ટ ડેબ્યૂ બની શકે છે. જોકે, મારા મનમાં કંઈક અલગ જ ચાલતું હતું. હું મકાઉમાં હતી. હું, સુશાંત તથા શાહરુખ. અમે સાથે બેઠાં હતાં અને હું વિચારતી હતી કે ભગવાન શું થઈ રહ્યું છે આ.'

સુશાંત તથા અંકિતાએ પહેલી વાર ટીવી સિરિયલ 'પવિત્ર રિશ્તા'માં કામ કર્યું હતું
સુશાંત તથા અંકિતાએ પહેલી વાર ટીવી સિરિયલ 'પવિત્ર રિશ્તા'માં કામ કર્યું હતું

ભણસાલીને કહ્યું હતું, મારે લગ્ન કરવા છે
અંકિતાએ આગળ કહ્યું હતું, 'સંજય લીલા ભણસાલીએ મને 'બાજીરાવ મસ્તાની' તથા 'રામલીલા' ઓફર કરી હતી. સંજયસરે મને કહ્યું હતું કે કરી લે 'બાજીરાવ' નહીંતર યાદ રાખજે તું પસ્તાઈશ. તેમણે મારા વખાણ કર્યા હતા. સંજય સર કહેતા કે આ બહુ જ મોટી વાત છે. મેં સામે જવાબ આપ્યો હતો કે ના સર, મારે લગ્ન કરવા છે. તેમની પાસે કહેવા માટે કંઈ જ નહોતું.'

સિરિયલના સેટ પર જ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા
સિરિયલના સેટ પર જ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા

યુવતીઓ પોતાના પાર્ટનરનું ભલું ઈચ્છે છે
અંકિતાએ વધુમાં કહ્યું હતું, 'યુવતીઓ તો ખબર છે ને કેવી હોય છે, તે હંમેશાં પ્રયાસ કરે છે કે તેમના પાર્ટનરનું ભલું થાય. મને આજે પણ આ વાતનો અફસોસ નથી. હું એક વ્યક્તિને મારો બનાવવાનો પ્રયાસ કરતી હતી અને મેં તે જ કર્યું. હું સુશાંતને સ્ટ્રોંગ સપોર્ટ આપવા માગતી હતી અને મેં તેને તે આપ્યો.'

2016માં બ્રેકઅપ થયું હતું
સુશાંત તથા અંકિતા ટીવી સિરિયલ 'પવિત્ર રિશ્તા'ના સેટ પર એકબીજાને મળ્યા હતા. આ સિરિયલમાં બંને કપલ તરીકે હતા. છ વર્ષના સંબંધો બાદ 2016માં બંનેનું બ્રેકઅપ થયું હતું. ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત સિંહ પોતાના ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.