શું રિયા ખોટું બોલી રહી છે?:રિયા ચક્રવર્તીના દાવા પર અંકિતા લોખંડેનો વળતો જવાબ, કહ્યું- 2013માં સુશાંત ડિપ્રેશનમાં નહોતો અને તે કોઈ સાઇકાયટ્રિસ્ટ પાસે ગયો નહોતો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં રિયા ચક્રવર્તી શંકાના ઘેરામાં છે. રિયાએ ઈન્ડિયા ટુડેને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં રિયાએ સુશાંત અંગે ઘણાં ખુલાસા કર્યા હતા. રિયાએ દાવો કર્યો હતો કે 2013માં સુશાંત ડિપ્રેશનમાં હતો અને ડૉ. હરીશ શેટ્ટી પાસે સારવાર કરાવી હતી. ડૉ. હરીશ શેટ્ટીએ આપેલી દવા જ સુશાંત લેતો હતો. રિયાના મતે, સુશાંતને ક્લસ્ટ્રોફોબિયા હતો અને તે દવા લેતો હતો. રિયાએ દવાનું નામ મોડાફિનિલ હોવાનું કહ્યું હતું.

અંકિતાએ કહ્યું, સુશાંત ડિપ્રેશનમાં નહોતો
રિયાના દાવાઓને સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ નકારી કાઢ્યા હતા. તેણે ઈન્સ્ટા પર લખ્યું હતું, શરૂઆતથી લઈ અંત સુધી હું અને સુશાંત લગભગ 23 ફેબ્રુઆરી, 2016 સુધી સાથે હતા. આ દરમિયાન તે ક્યારેય ડિપ્રેશનમાં નહોતો. તેણે કોઈ સાઇકાયટ્રિસ્ટનો સંપર્ક કર્યો નહોતો. તે એકદમ ઠીક હતો.

અંકિતા-સુશાંત છ વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યા હતા
અંકિતા-સુશાંત છ વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યા હતા

અંકિતાએ કહ્યું હતું, મેં ક્યારેય એમ કહ્યું નથી કે બ્રેક-અપ બાદ હું અને સુશાંત એકબીજાના સંપર્કમાં હતા. સાચી વાત એ છે કે મેં એમ કહ્યું હતું કે 'મણિકર્ણિકા'ના શૂટિંગ દરમિયાન મારી ફિલ્મના પોસ્ટર પર કમેન્ટ કરીને મને શુભેચ્છા પાઠવી હતી. આ વાતને મારા એક મિત્રે શૅર કરી હતી અને મેં માત્ર જવાબ આપ્યો હતો. હું રિયાના દાવાઓને નકારું છું કે મેં અને સુશાંતે ફોન પર વાત કરી હતી.

'મેં અત્યાર સુધીના ઈન્ટરવ્યૂમાં બસ એક જ વાત કહી હતી કે હું અને સુશાંત જ્યારે પણ સાથે હતા ત્યારે તે ક્યારેય પણ ડિપ્રેશનમાં નહોતો. અમે એક સાથે સફળતાના સપના જોયા હતા. હું પ્રાર્થના કરતી કે તે સફળ થાય. હું સ્પષ્ટ રીતે કહેવા માગીશ કે હું રિયાને ઓળખતી નથી અને તેના સંબંધો અંગે મને વધુ માહિતી નથી.'

હું પરિવારની સાથે છું
અંકિતાએ આગળ કહ્યું હતું, ફ્લેટ અંગે મેં પહેલા જ સ્પષ્ટતા આપી હતી અને પરિવારના સભ્યોનો અભિપ્રાય મારાથી અલગ નથી. આથી જ હું હજી પણ સત્યને વળગી રહી છું અને સ્વીકાર કરું છું કે હું પરિવારની સાથે અને રિયાની સાથે નથી.

અન્ય સમાચારો પણ છે...