તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપકમિંગ:અંકિતા લોખંડેએ ‘પવિત્ર રિશ્તા 2’નો પ્રોમો શેર કર્યો, સુશાંત સિંહ રાજપૂતના રોલમાં શહીર શેખને જોઇને ચાહકો ભાવુક થયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સિરિયલ ZEE5 OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે
  • નવી સીઝનમાં શહીર શેખે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને રિપ્લેસ કર્યો છે

વર્ષ 2009થી શરુ થઈને 2014માં ઓફએર થયેલી ‘પવિત્ર રિશ્તા’ ટીવી સિરિયલ તેની બીજી સીઝન સાથે કમબેક કરી એહી છે. ગઈ સીઝનમાં અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતે અર્ચના-માનવનો રોલ પ્લે કર્યો હતો. આ સીઝનમાં શહીર શેખે દિવંગત એક્ટર સુશાંતને રિપ્લેસ કર્યો છે. ZEE5 પર સ્ટ્રીમ થનારી આ સિરિયલનો પ્રથમ પ્રોમો રિલીઝ થયો છે. આ જોઇને ચાહકોને સુશાંત સિંહ રાજપૂતની યાદ આવી.

અંકિતાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પવિત્ર રિશ્તા 2નો પ્રથમ પ્રોમો શેર કર્યો છે. તેમાં અંકિતા અને શહીર શેખની સુંદર જર્ની દેખાડી છે. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, ‘લવ તો હોગા હી ઈન ધ એર, જબ માનવ ઔર અર્ચના આર ધેર. આ પ્રેમભર્યા સફરમાં સામેલ થઈ જાઓ. જલ્દી આવી રહ્યા છીએ ZEE5 પર.’

શોમાં શહીર શેખનો લુક લાસ્ટ સીઝનના માનવ ઉર્ફ સુશાંત જેવો જ રાખ્યો છે, આ જોઇને દરેક ફેન્સને સુશાંત યાદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, માનવનું કેરેક્ટર સુશાંતથી સારું અન્ય કોઈ પ્લે નહીં કરી શકે. અન્ય યુઝરે લખ્યું, દરેક સીનમાં સુશાંત સિંહ છે. અર્ચના સાથે બીજું કોઈ હોય તે નહીં જોઈ શકાય. બીજા યુઝરે લખ્યું, તમારે સુશાંતને રિપ્લેસ નહોતો કરવાનો.

પ્રોમો રિલીઝના થોડા કલાક પહેલાં એકતા કપૂરે પ્રથમ સીઝનની ઝલક કરાવી. એકતાએ કહ્યું, શો ગણેશોત્સવમાં રિલીઝ કરવામાં આવશે. જો કે, મેકર્સે હજુ કોઈ રિલીઝ ડેટ આપી નથી.

અંકિતાએ કહ્યું, ‘અમારો અમર સંબંધ છે’
'ઝી રિશ્તે અવોર્ડ્સ 2020' દરમિયાન સેટ પર હાજર એક સૂત્રે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 'અંકિતાએ તેનું પરફોર્મન્સ એટલું સુંદર આપ્યું કે દરેક ચકિત થઇ ગયા. આ દરમ્યાન સુશાંતને યાદ કરીને અંકિતા ભાવુક થઇ અને તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. તેણે તેના એક્સ બોયફ્રેન્ડ વિશે વાત કરતા કહ્યું કે, 'પવિત્ર રિશ્તા' નહીં અમારો અમર સંબંધ છે. અમે બધા તને ખૂબ મિસ કરીએ છીએ સુશાંત.'

14 જૂને ઘરમાં સુશાંત મૃત હાલતમાં મળ્યો હતો
સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ ગયા વર્ષે 14 જૂને થયું હતું. તેનું મૃત શરીર તેના મુંબઈ સ્થિત ઘરમાં મળ્યું હતું. અંકિતા અને સુશાંત શો 'પવિત્ર રિશ્તા 'ના સેટ પર નજીક આવ્યા હતા. બંને 6 વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં હતા અને પછી 2016માં તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું.