અંકિતા-વિકીના લગ્નની વિધિ શરૂ:મરાઠી સ્ટાઇલમાં અંકિતા લોખંડે અને વિકી જૈને પ્રી વેડિંગ સેલિબ્રેશન શરૂ કર્યું, તસવીરો વાઇરલ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકિતા તથા વિકી જૈન 14 ડિસેમ્બરે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં લગ્ન કરશે

ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે લોંગ ટાઇમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 14 ડિસેમ્બરે લગ્ન કરવાની છે. પ્રી વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. આજે એટલે કે 3 ડિસેમ્બરના રોજ અંકિતા લોખંડે તથા વિકી જૈનની લગ્ન પહેલાંની કેટલીક વિધિ થઈ હતી. બંનેએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી.

વિકી જૈને તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હું તમને પ્રેમ કરું છું, પરંતુ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.' અંકિતાએ તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, 'પવિત્ર.'

2018થી એકબીજાને ડેટ કરે છે
ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડેના સંબંધો પહેલાં સ્વ. સુશાંત સિંહ રાજપૂત સાથે હતા. બંને લિવ ઇનમાં રહેતા હતા. જોકે, કેટલાંક કારણોસર બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ બાદ સુશાંતનું નામ ક્રિતિ સેનન, સારા અલી ખાન તથા રિયા ચક્રવર્તી સાથે જોડાયું હતું. 2020માં સુશાંત 14 જૂનના રોજ પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સુશાંતથી અલગ થયા બાદ થોડો સમય અંકિતા સિંગલ રહી હતી. 2018માં તેણે બિઝનેસમેન વિકી જૈનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળે છે. બંને સો.મીડિયામાં અવાર-નવાર એકબીજાની તસવીરો શૅર કરે છે.

તસવીરોમાં અંકિતા-વિકીનું પ્રી વેડિંગ સેલિબ્રેશન..