સેલિબ્રેશન:અંકિતા લોખંડે ને વિકી જૈનના લગ્નના પ્રી વેડિંગ ફંક્શન શરૂ, મહેંદી સેરેમનીની તસવીરો

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે તથા વિકી જૈનના લગ્નના પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. હાલમાં જ અંકિતાની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી હતી. અંકિતાને સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડાએ જ મહેંદી મૂકી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ વીણા નાગડાએ કેટરીનાના લગ્નમાં મહેંદી મૂકી હતી.

14 ડિસેમ્બરે લગ્ન
અંકિતા તથા વિકી 14 ડિસેમ્બરે લગ્ન કરશે. બંનેના લગ્ન મુંબઈની ગ્રાન્ડ હયાતમાં યોજાશે. અંકિતાના લગ્નના વેડિંગ ફંક્શન ત્રણ દિવસ ચાલશે. 11મીએ મહેંદી સેરેમની હતી. 12મીએ એન્ગેજમેન્ટ છે અને 13મીએ હલ્દી તથા સંગીત સેરેમની છે. 14મીએ લગ્ન છે. આ જ દિવસે સાંજે રિસેપ્શન આપવામાં આવશે.

2018થી એકબીજાને ડેટ કરે છે
અંકિતા તથા વિકી 2018થી એકબીજાને ડેટ કરે છે. વિકી બિઝનેસમેન છે. બંને સો.મીડિયામાં અવારનવાર એકબીજાની તસવીર શૅર કરતાં હોય છે.