તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના થતાં ટીવી સ્ટાર ICUમાં:ડૉક્ટર્સે 34 વર્ષીય અનિરુદ્ધ દવેના ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું, મિત્રોની અપીલ- તેના માટે પ્રાર્થના કરો

મુંબઈ13 દિવસ પહેલા
  • ટીવી એક્ટર અનિરુદ્ધ દવેની તબિયત ક્રિટિકલ
  • ભોપાલમાં વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો

કોરોનાવાઈરસને કારણે ટીવી એક્ટર અનિરુદ્ધ દવેની હાલત વધુ ખરાબ થતાં તેને ભોપાલની એક હોસ્પિટલના ICU વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી એક્ટ્રેસ આસ્થા ચૌધરીએ સો.મીડિયામાં આપી હતી. આ સાથે જ આસ્થાએ ચાહકોને 34 વર્ષીય અનિરુદ્ધ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. અનિરુદ્ધ દવેના ફેફસાં 90 ટકા ખરાબ થઈ ગયા છે અને ડૉક્ટર્સે ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું છે. તેની હાલત અત્યારે ઘણી જ ગંભીર છે.

અમારા મિત્ર માટે દુઆ કરોઃ આસ્થા
‘ઉતરન’, ‘વીરા’, ‘કેસરી નંદન’ જેવી સિરિયલ્સમાં જોવા મળેલી આસ્થાએ સો.મીડિયામાં કહ્યું હતું અમારા મિત્ર અનિરુદ્ધ દવેને દુઆની જરૂર છે. તે ICUમાં છે. પ્લીઝ એક મિનિટનો સમય કાઢીને તેના માટે દુઆ કરો.

ગયા અઠવાડિયે કોરોનાનો ચેપ લાગ્યો હતો
જયપુર, રાજસ્થાનમાં રહેતો અનિરુદ્ધ ભોપાલમાં એક વેબે સિરીઝ ‘મોહ માયા’નું શૂટિંગ કરતો હતો. ગયા અઠવાડિયે તે કોરોનાનો ભોગ બન્યો હતો. તેણે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું, કોવિડ પોઝિટિવ છું.

દેહરાદૂનમાં જન્મ, જયપુરમાં નાનપણ વીત્યું
અનિરુદ્ધનો જન્મ દેહરાદૂન, ઉત્તરાખંડમાં થયો છે. જોકે, પછી તેનો પરિવાર જયપુર શિફ્ટ થઈ ગયો હતો. તેણે દિલ્હીમાં ‘રાશોમોન’, ‘હાય મેરા દિલ’ તથા ‘મેન વિધઆઉટ શેડો’ જેવા નાટકોમાં કામ કર્યું છે. વર્ષ 2000માં તેને એક્ટિંગ તથા થિયેટર માટે રાષ્ટ્રપતિ કે આર નારાયણના હસ્તે અવોર્ડ આપવામાં આવ્યો હતો.

‘બેલ બોટમ’મા જોવા મળશે
ટીવી શોની વાત કરીએ તો અનિરુદ્ધે ‘રાજકુમાર આર્યન’, ‘વો રહેને વાલી મહલો કી’, ‘રુક જાના નહીં’, ‘સૂર્યપુત્ર કર્ણ’, ‘પારો કા ટશન’, ‘પટિયાલા બેબ્સ’, ‘શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી’, ‘લૉકડાઉન કી લવ સ્ટોરી’માં કામ કર્યું છે. તેણે ‘તેરે સંગ’ તથા ‘પ્રણામ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. અનિરુદ્ધ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’માં મહત્ત્વના રોલમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો