ધ કપિલ શર્મા:અનિલ કપૂરનો ઘટસ્ફોટઃ કપિલ શર્માએ '24' તથા 'મુબારકા' ઠુકરાવી દીધી હતી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અનિલ કપૂરે હાલમાં જ કહ્યું હતું કે કપિલ શર્માએ તેની ટીવી સિરિયલ '24' તથા ફિલ્મ 'મુબારકા' ઠુકરાવી દીધી હતી. અનિલે આ વાત 'ધ કપિલ શર્મા શો'માં કરી હતી. કપિલ શર્માએ અનિલ કપૂરના એપિસોડનો પ્રોમો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. અનિલ કપૂર શોમાં 'AK vs AK'ના પ્રમોશન માટે આવ્યો હતો.

અનિલ-કપિલ વચ્ચે થયેલી વાતચીત
અનિલ કપૂરઃ
તમને કેટલી ફિલ્મ ઓફર કરી હતી, તમે મને ના પાડી દો છો. તમે કેમ આમ કરો છો?
કપિલ શર્માઃ આઈ લવ યુ સર. અનિલ સરે મને '24' સિરીઝ માટે બોલાવ્યો હતો. હું ઘણો જ ખુશ હતો પરંતુ તે સમયે મારો શો હજી નવો નવો શરૂ થયો હતો.

અનિલ કપૂરઃ તો તમે સારું કર્યું કે '24' ના કરી
કપિલ શર્માઃ તમે 'વો 7 દિન' માટે મને એવું કહ્યું હતું કે આને બીજીવાર બનાવીએ.

અનિલ કપૂરઃ ઘણી બધી ફિલ્મ છે. તમને 'મુબારકા' ઓફર થઈ હતી. પછી એક બીજી ફિલ્મ હતી, જે હું પ્રિયદર્શન સાથે કરતો હતો. 'તેજ' આ ફિલ્મ પણ તમને ઓફર કરી હતી.
કપિલ શર્માઃ લવ યુ સર. સર તમે પ્લીઝ આ રીતે ઓફર કરતાં રહો.

અનિલ કપૂરઃ તમને ખબર છે યાર, આજકાલ હું કેરેક્ટર રોલ પ્લે કરું છું. સપોર્ટિંગ રોલ, ફાધરનો રોલ કરું છું. ક્યારેક તમારા ફાધર કે બ્રધરનો રોલ પણ કરીશ.
કપિલ શર્માઃ આપણાં બંનેની હસતા સમયે આંખો બંધ થઈ જાય છે. બસ મને ડર એ વાતનો છે કે ફાધરના રોલ માટે તમને સાઈન કરે પરંતુ સ્ક્રીન પર હું ફાધર જેવો ના લાગુ.

કપિલ 2015માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
કપિલ શર્માએ 2015માં અબ્બાસ મસ્તાનની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરુ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'ફિરંગી'માં જોવા મળ્યો હતો. હાલમાં કપિલ શર્મા એક વેબ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે.