તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામાયણ:સુનીલ લહરીએ ખુલાસો કરતાં કહ્યું, શૂટિંગ દરમિયાન મારા રૂમમાંથી આઠ ફૂટનો કોબ્રા મળી આવ્યો હતો

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

એક્ટર સુનીલ લહરીએ રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’મા લક્ષ્મણનો રોલ પ્લે કર્યો હતો. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુનીલ લહરીએ ખુલાસો કર્યો હતો કે તેમના મેકઅપ રૂમમાંથી આઠ ફૂટનો કોબ્રા મળી આવ્યો હતો. હાલમાં લૉકડાઉનને કારણે દૂરદર્શન પર આ સિરિયલ બીજીવાર પ્રસારિત કરવામાં આવી હતી. હવે, આ સિરિયલ સ્ટાર પ્લસ પર આવે છે. 

શું કહ્યું સુનીલે?
એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં સુનીલે કહ્યું હતું, લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે. તમને વિશ્વાસ નહીં થાય પરંતુ શૂટિંગ દરમિયાન મારા રૂમના વોશરૂમમાં મોટો સાપ આવી ગયો હતો. તે નાનો નહોતો પરંતુ આઠ ફૂટ લાંબો હતો. સ્ટૂડિયો બહુ જૂનો હતો અને તેથી જ મને વોશરૂમની ઉપર કંઈક શંકાસ્પદ હોય તેવું લાગ્યું હતું. ત્યાં ઉપર ઝાડના થડના કેટલાંક ટૂકડાઓ પડ્યાં હતાં. તેથી જ્યારે હું વોશરૂમમાં ગયો તો મને કંઈક સળવળાટ થતો હોય તેમ લાગ્યું. મેં વર્કરને બોલાવ્યો અને ત્યાં તપાસ કરવાનું કહ્યું હતું. 

વધુમાં લક્ષ્મણે ઉમેર્યું હતું, જ્યારે વર્કરે જોયું તો તેણે મને કહ્યું કે ત્યાં સાપ છે. શરૂઆતમાં તો મેં ના પાડી પરંતુ પછી તેણે લાકડી પર કપડું ભરાવીને આગ લગાવી હતી. આગની ગરમીને કારણે સાપ તરત જ નીચે આવ્યો હતો. તે બહુ મોટો સાપ હતો અને તે મને કે કોઈને પણ ડંખ મારી શકત, જેના ગંભીર પરિણામો આવી શક્યા હોત. જોકે, એવું કંઈ જ થયું નહીં. પછી મારા વર્કરે મને કહ્યું હતું કે તે કોબ્રા હતો. સેટ પર લોકો એમ કહેવા લાગ્યા હતાં કે સાપ લક્ષ્મણના રૂમમાં ના હોય તો બીજે ક્યાં હોય?

સોશિયલ મીડિયા પર એક્ટિવ
જ્યારથી ‘રામાયણ’ સિરિયલ દૂરદર્શન પર બીજીવાર પ્રસારિત કરવામાં આવી ત્યારથી આ સિરિયલના કલાકારો અરૂણ ગોવિલ, દીપિકા ચિખલિયા તથા સુનીલ લહરી સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ થયા છે. તેઓ સિરિયલ સાથે સંકળાયેલી જૂની તસવીરો તથા કિસ્સાએ અવાર-નવાર શૅર કરતા રહે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો