તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મીના કુમારી, કમાલ અમરોહી તથા 'પાકીઝા'.... સિને ઈન્ડસ્ટ્રીના આ નાયબ હીરા છે. જેમની ચમક આજે પણ એવી ને એવી જ છે. 'પાકીઝા' સાથે જોડાયેલી રસપ્રદ વાત અમિતાભે 'કૌન બનેગા કરોડપતિ'માં શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે કમાલે મીના કુમારીની ડાન્સ સીક્વન્સ દરમિયાન ફુવારમાં અસલી ગુલાબજળનો ઉપયોગ કર્યો હતો.
આ રીતે 'પાકીઝા'નો ઉલ્લેખ થયો
હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સાથે સ્પર્ધક અફસીન નાઝ હતી. તેને 'પાકીઝા'ના શબ્દનો અર્થ શું થાય તે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ શબ્દ પરથી અમિતાભે ફિલ્મ સાથે જોડાયેલી વાત કહી હતી. જે રીતે તાજ મહેલની સામે ફુવારા મૂકવામાં આવ્યા છે, તે જ રીતે ફિલ્મના સેટ પર પણ ફુવારા બનાવવામાં આવ્યા હતા. કમાલ અમરોહી ફિલ્મના દરેક સીન પર્ફેક્ટ ઈચ્છતો હતો અને તેથી જ તેમણે ફુવારામાં ગુલાબજળનો ઉપયોગ કર્યો હતો.
16 વર્ષ ફિલ્મ પૂરી થઈ હતી
મેઘનાદ દેસાઈના પુસ્તક 'પાકીઝા' પ્રમાણે, મીના કુમારીએ આ ફિલ્મ માટે માત્ર ટોકન અમાઉન્ટ જ લીધી હતી, જે માત્ર એક રૂપિયો હતો. આ ફિલ્મ મીના કુમારીની છેલ્લી ફિલ્મ હતી. ત્યારબાદ ફિલ્મ રિલીઝ થયા બાદ લિવર સિરોસિસને કારણે મીના કુમારીનું અવસાન થયું હતું. આ ફિલ્મ 1972માં રિલીજ થઈ હતી. આ ફિલ્મને બનવામાં અંદાજે 16 વર્ષ થયા હતા.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.