ધ કપિલ શર્મા શો:રણજીતે શોમાં કહ્યું, 'અમિતાભ બચ્ચન અનિદ્રાથી પીડાય છે, ઘરે નહીં પણ સ્ટૂડિયોમાં સૂઈ જાય છે'

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

'ધ કપિલ શર્મા શો'માં આ અઠવાડિયે બોલિવૂડના જાણીતા વિલન ગુલશન ગ્રોવર, રણજીત આવશે. તે બંનેની સાથે એક્ટ્રેસ બિંદુ પણ જોવા મળશે. આ સ્પેશિયલ એપિસોડનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. પ્રોમોમાં કપિલ ત્રણેય કલાકારોની સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. કપિલ સાથેની વાતચીતમાં રણજીતે કહ્યું હતું કે અમિતાભ બચ્ચન અનિદ્રાથી પીડાય છે અને તેથી જ તેઓ ઘરે નહીં, પરંતુ સ્ટૂડિયોમાં સૂતા હોય છે.

કપિલે ગુલશન-રણજીત સાથે વાત કરી
શોમાં ગુલશન તથા રણજીતે પોતાના જીવનના રસપ્રદ કિસ્સા શૅર કર્યા હતા. કપિલે જ્યારે પૂછ્યું કે સેટ પર મોડું કોણ આવે છે? તો ગુલશન ગ્રોવરે જવાબ આપ્યો હતો કે અક્ષય કુમાર તથા સુનીલ શેટ્ટી સમયસર આવી જાય છે. તો અર્ચનાએ એવું કહ્યું હતું કે અમિતાભ બચ્ચનજી પણ સમય પર આવી જાય છે. રણજીતે કપિલને ટોકતા એવું કહ્યું હતું કે અમિતાભ બચ્ચનને ઇન્સૉમ્નિઆ (અનિદ્રા) છે. તેથી તે ઘરે નહીં પરંતુ મેકઅપ રૂમમાં સૂતા હોય છે.'

ગુલશન ગ્રોવર 'સૂર્યવંશી'માં અક્ષય કુમારની સાથે જોવા મળશે
ગુલશન ગ્રોવર એક્ટર અક્ષય કુમારની સાથે ફિલ્મ 'સૂર્યવંશી'માં જોવા મળશે. શૂટિંગ દરમિયાનનો રસપ્રદ કિસ્સો શૅર કરતાં ગુલશને કહ્યું હતું, 'સેટ પર અક્ષય મને કહેતો કે, 'જો ઉસ્માની માર માર કે ના બંદા બના દૂંગા મેં તેનું.' તો જવાબમાં હું કહેતો કે, 'ઉસ્માની હૂં, જનાની નહીં જો માર ખાને સે ડર જાઉંગા.'