• Gujarati News
  • Entertainment
  • Television
  • Amitabh Bachchan Asked First Contestant Aarti Jagtap Questions Related To Sushant Singh Rajput's Last Film, Winning 6 Lakh 40 Thousand And Quitted The Show

કૌન બનેગા કરોડપતિ 12:અમિતાભ બચ્ચને પહેલી કન્ટેસ્ટન્ટ આરતી જગતાપને સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ સાથે જોડાયેલો સવાલ કર્યો, 6 લાખ 40 હજાર જીતીને શો ક્વિટ કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેલિવિઝનના પોપ્યુલર ગેમ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ 12'નો પહેલો એપિસોડ 28 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યો જેમાં ભોપાલ, મધ્યપ્રદેશની આરતી જગતાપ પહેલા કન્ટેસ્ટન્ટ બનીને આવ્યા હતા. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સૌથી ઝડપથી જવાબ આપીને આરતી અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બિરાજમાન થઇ હતી જ્યાં તેમને સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચાર' સાથે જોડાયેલો સવાલ કરવામાં આવ્યો હતો.

KBC 12માં આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે 10 ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કન્ટેસ્ટન્ટને બદલે માત્ર 8 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં સહર અંજુમ, જય કુલક્ષેત્ર, દિલીપ કુમાર ચૌધરી, અંબતી મોંહતી દાસ, આરતી જગતાપ, સોનુ કુમાર ગુપ્તા, જસવિંદર સિંહ અને તનિષા અગ્રવાલ હતા.

આ હતા આરતીને પૂછવામાં આવેલા સવાલ
પહેલો સવાલ હતો, ',મોબાઈલ એપના સંદર્ભમાં પ્રયોગ થનારું સંક્ષિપ્ત રૂપ શું છે?' વિકલ્પ હતા એપલ, એપેરલ, એપરેટસ અને એપ્લિકેશન. આરતીએ સાચો જવાબ એપ્લિકેશન કહ્યો. બીજા સવાલમાં, સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટાઇટલ સોન્ગ સંભળાવવામાં આવ્યું અને સુશાંતની કો-સ્ટાર વિશે પૂછવામાં આવ્યું હતું. સંજના સાંઘી જવાબ આપીને 10 હજાર રૂપિયા જીતી લીધા હતા.

ચાર લાઈફલાઈન યુઝ કરીને આરતી 11 સવાલના સાચા જવાબ આપીને 12મા સવાલે અટકી ગયા. આરતીને પૂછવામાં આવ્યું હતું કે '1608માં કોને ટેલિસ્કોપની શોધ કરી હતી?' સાચો જવાબ ન ખબર હતી માટે આરતીએ ગેમ છોડવાનો નિર્ણય કર્યો અને 6,40,000 રૂપિયા જીત્યા.

આરતી પછી સોનુ કુમાર ગુપ્તાએ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જીતીને હોટસીટ પર સ્થાન મેળવ્યું. બે સવાલના સાચા જવાબ આપીને તેઓ 10 હજાર રૂપિયા જીતી ગયા છે. બાકીની ગેમ આજે મંગળવારે શોમાં દેખાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...