તાજેતરમાં બિગ બોસ OTT કન્ટેસ્ટન્ટ અક્ષરા સિંહ અને કો-કન્ટેસ્ટન્ટ શમિતા શેટ્ટી વચ્ચે લડાઈ જોવા મળી હતી. હકીકતમાં અક્ષરાએ શમિતાની ઉંમરને લઈને કમેન્ટ કરી અને ઉર્ફીની સાથે મળીને તેની મજાક ઉડાવી હતી. પછી બંનેની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ વિવાદની શરૂઆત ખાવાને લઈને શરૂ થઈ હતી. અક્ષરાએ કથિત રીતે ઉર્ફીની સાથે વાતચીતમાં શમિતા શેટ્ટીને 'માસી' કહ્યું હતું.
અક્ષરા અને ઉર્ફીએ શોમાં શમિતાને 'માસી' કહીને બોલાવી
ઉર્ફીએ કહ્યું, ગઈ સિઝનમાં તો હારીને જ ગઈ, શું કરી લીધું. શમિતાએ આ પહેલા પણ બિગ બોસની ત્રીજી સિઝનમાં પાર્ટીસિપેટ કર્યું હતું, પરંતુ પોતાની બહેન શિલ્પા શેટ્ટીના લગ્નમાં સામેલ થવા માટે તેને અચાનક શો છોડવો પડ્યો હતો. શોમાં અક્ષરા અને ઉર્ફી એકબીજા સાથે વાત કરતી વખતે શમિતાને 'માસી' કહીને બોલાવી રહી હતી અને શમિતાની ઉંમર 42-43 વર્ષની છે તેના પર ચર્ચા કરી રહી હતી. અક્ષરા જણાવે છે કે, તે તેની માતાની ઉંમરની છે. ત્યારબાદ અક્ષરા અને ઉર્ફી બંને તેને માસી કહીને મજાક ઉડાવવા લાગી.
અક્ષરાએ શમિતાને હાઈ-ફાઈ ગણાવી
અક્ષરાએ ફરીથી શમિતાની મજાક ઉડાવતા તેના પર આરોપ લગાવતા કહ્યું, ચાર લાઈન ઈંગ્લિશ બોલી લીધું એટલે પોતાની જાતને હાઈ-ફાઈ સમજવા લાગી... અહીં હિન્દી બોલવું જોઈએ અંગ્રેજી બોલવાવાળાનું કોઈ કામ નથી.
શમિતાએ અગાઉ નિશાંત ભટ્ટ પર આરોપો લગાવ્યા હતા
શમિતાએ અગાઉ નિશાંત ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, હું જણાવવા નથી માગતી કે તે શું ઇન્સિડેન્ટ હતો, પરંતુ તેને એક વખત મારી સાથે લાઈન ક્રોસ કરી હતી અને મને તે પસંદ નહોતું આવ્યું. મેં ગુસ્સામાં તેને કહ્યું કે તેને ખોટું કર્યું અને ત્યારબાદ તેમે મારી સાથે વાત નથી કરી. મેં વિચાર્યું કે મારે તેની સાથે અંતર રાખવું જોઈએ કેમ કે હું તેને યાદ કરવા નથી માગતી. જ્યારે મેં તેને સ્ટેજ પર પણ જોયો ત્યારે મેં રિએક્ટ કર્યું કે હું તેને ઓળખું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.