બિગ બોસ OTT:અક્ષરાએ શમિતાની ઉંમરની મજાક ઉડાવી, કાશ્મીરા શાહ ગુસ્સે થઈ ને બોલી- તમે ભાગ્યશાળી છો કો હું ઘરમાં નથી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શમિતા શેટ્ટીને 'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક કાશ્મીરા શાહે સપોર્ટ કર્યો છે. હાલમાં જ 'બિગ બોસ OTT'માં શમિતા તથા અક્ષરા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન શ્મિતાએ અક્ષરાને તેની મમ્મીની ઉંમરની કહી હતી. આ વતા પર હવે કાશ્મીરાએ અક્ષરાને ખરું-ખોટું સંભળાવ્યું છે. કાશ્મીરાએ સો.મીડિયામાં અક્ષરા, પ્રતીક સહજપાલ, મૂસ જટ્ટાના, નિશાંત ભટ્ટને આડેહાથ લઈને તેમને ભાગ્યશાળી ગણાવ્યા હતા, કારણ કે તે ઘરની અંદર નથી.

કાશ્મીરાએ અક્ષરાને શું કહ્યું?
કાશ્મીરાએ શૅર કરેલી વીડિયો ક્લિપમાં મૂસ તથા નિશાંત હસે છે, કારણ કે અક્ષરાએ શમિતાને મમ્મીની ઉંમરની કહી હતી. ત્યારબાદ કાશ્મીરાએ પોસ્ટમાં કહ્યું હતું, 'ડાર્લિંગ, અક્ષરા જો શમિતા શેટ્ટી મમ્મીની ઉંમરની છે તો હું એ જાણવા માગું છું કે શું તું ઘરમાં પોતાની મમ્મી સાથે આ રીતે વાત કરે છે? હવે ક્યાં ગઈ તારી સભ્યતા? આ કૂલ નથી.'

કાશ્મીરાએ વોર્નિંગ આપી
કાશ્મીરાએ અન્ય પોસ્ટમાં કહ્યું હતું, 'તમારા બધા પર મને શરમ આવે છે. તમારી હિંમત કેવી રીતે થઈ? મને આ ચારેય હવે સહેજ પણ ગમતા નથી. હું શમિતા શેટ્ટી તથા દરેક વ્યક્તિના સમર્થનમાં છું, જેમની ઉંમરને લઈ મજાક કરવામાં આવે છે. તમે લોકો ભાગ્યશાળી છો કે હું ઘરની અંદર નથી. હું ઘરના લોકોનો ચહેરો તોડી નાખત. હું ઉંમર તથા બેકગ્રાઉન્ડના આ મુદ્દે શમિતાની સાથે છું. જ્યારે હું ઘરની અંદર હતી ત્યારે હું આ બધી બાબતમાં પસાર થઈ હતી? સ્કિલ તથા ડિટરમિનેશનનું ઉંમર તથા બેકગ્રાઉન્ડ સાથે શું લેવા-દેવા?'

અક્ષરાએ શું કહ્યું હતું?
અક્ષરાએ ઘરની અંદર શમિતાની ઉંમર અંગે કમેન્ટ કરી હતી. તેની સાથે ઉર્ફીએ મજાક ઉડાવી હતી. પછી શમિતા તથા અક્ષરા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો ભોજન અંગે શરૂ થયો હતો. અક્ષરાએ એમ પણ કહ્યું હતું કે શમિતા તેની મમ્મીની ઉંમરની છે. ત્યારબાદ અક્ષરા તથા ઉર્ફી બંને શમિતાને માસી કહીને મજાક ઉડાવવા લાગ્યા હતા.