તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફવાની અસર:બિગ બોસ 14માં આવવાની અફવાને લીધે આકાંક્ષા પુરીએ બે મોટા પ્રોજેક્ટ ગુમાવ્યાં, થોડા દિવસ પહેલાં ‘વિધ્નહર્તા ગણેશ’ શો છોડ્યો હતો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટૂંક સમયમાં રિયાલિટી શો બિગ બોસ 14 કલર્સ ચેનલ પર શરુ થવાનો છે. ગઈ સીઝનમાં એક્સ બોયફ્રેન્ડ પારસ છાબરાને લીધે એક્ટ્રેસ આકાંક્ષા પુરી ઘણીવાર શોમાં દેખાઈ હતી. ખરાબ સંબંધોને લીધે બંનેની ચર્ચા થતી હતી. એવા ન્યૂઝ આવ્યા હતા જે, આકાંક્ષા નવી સીઝનમાં ભાગ લેશે પરંતુ એક્ટ્રેસે તેને અફવા ગણાવી. ભલે આકાંક્ષાએ શોમાં જવાની ના પાડી દીધી હોય પરંતુ અફવાને લીધે તેને મોટું નુકસાન થયું છે.

સ્પ્લિટ્સવિલામાં દેખાઈ ચૂકેલી આકાંક્ષા વિધ્નહર્તા ગણેશ શોમાં પાર્વતીનો રોલ પ્લે કરતી હતી. તે છેલ્લા ત્રણ વર્ષથી આ માઈથોલોજિકલ શોનો ભાગ હતી પરંતુ કરિયર માટે તેણે શો છોડી દીધો. ઘણા રિપોર્ટમાં શો છોડવાનું કારણ બીગ બોસ 14 શો કહ્યો હતો જો કે, એક્ટ્રેસે આ વાતને નકારી દીધી છે. સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, રિયાલિટી શોમાં આવવાના સમાચારને લીધે એક્ટ્રેસે બે પ્રોજેક્ટ ગુમાવ્યાં

ઇન્સ્ટા લાઈવ દરમિયાન શો છોડવાની જાહેરાત કરી હતી
આકાંક્ષાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં વિધ્નહર્તા ગણેશ શો છોડવાની જાણકારી આપી. તેણે કહ્યું કે, મેં વિધ્નહર્તા ગણેશ શો છોડી દીધો છે, હું મારો નવો સફર શરુ કરવા ઘણી ખુશ છું. નવા રોલ પ્લે કરીશ. કોને ખબર જિંદગી શું દેખાડશે? પરંતુ આ બેઝલેસ અફવાને કારણે મારી તકલીફ વધી ગઈ છે. મેં બિગ બોસ માટે શો છોડ્યો નથી. હું કોઈ પણ શો માટે વિધ્નહર્તા ગણેશ ના છોડી શકું કેમ કે તે મારા દિલની નજીક હતો. પરંતુ હા હવે હું ચેલેન્જિંગ અને અલગ પ્રકારના રોલ પ્લે કરવા માગું છું. મને લાગે છે કે હું મારા ચાહકોને ઘણું બધું નવું દેખાડી શકું છું.

બિગ બોસ 14માં ભાગ લેવા આકાંક્ષાની સાથે પારસની પૂર્વ પ્રેમિકા પવિત્ર પુનિયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જો આ સમાચાર સાચા હશે તો બંનેની વચ્ચે ટક્કર જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...