તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં ડ્રગ્સ કેસ:એજાઝ ખાન 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં રહેશે, NCBએ વધુ એક ટીવી એક્ટરના ઘરે દરોડા પાડ્યા

મુંબઈ15 દિવસ પહેલા
NCBએ જ્યારે એજાઝની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો તે સમયની તસવીર

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા 'બિગ બોસ'ના સ્પર્ધક એજાઝ ખાનની NCB કસ્ટડી આજે (3 એપ્રિલ) પૂરી થઈ હતી. કોર્ટે વધુ બે દિવસ એટલે કે પાંચ એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. NCB હવે એજાઝના સંપર્કમાં આવનારા કેટલાંક ટીવી કલાકારોના ઘરે દરોડા પાડી રહી છે. 2 એપ્રિલે મોડી રાત્રે મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં NCBની ટીમે એક ટીવી કલાકારના ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. સૂત્રો મતે, એક્ટરને દરોડાની શંકા હતી અને તે થોડાંક કલાક પહેલાં જ ઘર છોડીને જતો રહ્યો હતો.

NCBના મતે, એક્ટરની સાથે એક વિદેશી મહિલા પણ ઘણાં દિવસોથી રહેતી હતી. તે મહિલા પણ ગાયબ છે. માનવામાં આવે છે કે બંને એક સાથે ફરાર થયા છે. દરોડા દરમિયાન ટીમે લેપટોપ તથા ડ્રગ્સ જપ્ત કર્યું છે.

એજાઝ ખાન, શાદાબ પાસેથી ડ્રગ્સ લઈને સેલેબ્સને આપતો
અભિનેતા એજાઝ ખાનની NCBએ મંગળવાર, 30 માર્ચના રોજ અટકાયત કરી હતી. એજાઝ ખાન છેલ્લા થોડાં દિવસથી રાજસ્થાનમાં શૂટિંગ કરી રહ્યો હતો. જેવો એ ત્યાંથી મુંબઈ પરત ફર્યો કે તરત જ NCBની ટીમે તેની અટકાયત કરી હતી. અટકાયત બાદ NCBની એક ટીમ તેને પોતાની ઓફિસ લઇ જઇને પૂછપરછ કરી હતી. એજાઝ 'બિગ બોસ-7'માં સાથી કોન્ટેસ્ટન્ટ સાથે મારામારી કરવાના મુદ્દે સમાચારમાં આવ્યો હતો. એજાઝની અગાઉ 2018માં પણ ધરપકડ થઈ ચૂકી છે.

NCBનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એજાઝ ખાન અને મુંબઈમાં ડ્રગ્સના સૌથી મોટા સિંડીકેટ એવા ‘બટાટા ગેંગ’ વચ્ચે લિંક મળી છે. એજાઝ ખાનને પકડ્યા બાદ NCBની ટીમે મુંબઈના અંધેરી અને લોખંડવાલા વિસ્તારમાં ઠેરઠેર દરોડા પાડ્યા છે. એજાઝની પહેલાં મુંબઈના સૌથી મોટા ડ્રગ સપ્લાયર ફારુખ બટાટાના દીકરા શાદાબ બટાટાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. ચર્ચાઈ રહ્યું છે કે શાદાબ સાથેની પૂછપરછ બાદ એજાઝની અટકાયત કરવામાં આવી છે.

એજાઝ ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સને ડ્રગ્સ આપતો
NCBના અધિકારીએ કહ્યું હતું કે એજાઝ મોટાભાગે ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ડ્રગ્સ આફતો હતો. તે વ્હોટ્સએપમાં વોઈસ નોટ ફીચરનો ઉપયોગ કરતો હતો. ઓર્ડર મળતા જ તે રેકોર્ડિંગ ડિલીટ કરી નાખતો. એજાઝ ડ્રગ્સ અંગે સિરિયલ તથા ફિલ્મના નામ પરથી બનેલા કોડમાં વાત કરતો હતો.

લૉકડાઉનના નામે વધુ ડ્રગ્સ ખરીદવાનું કહ્યું
NCBએ કોર્ટમાં કહ્યું હતું કે તેમની પાસે એજાઝ ખાન તથા શાદાબ બટાટા વચ્ચે થયેલી વાતચીતનો CDR, વ્હોટ્સએપ ચેટ તથા વોઈસ રેકોર્ડ છે. આ પુરાવમાં એજાઝ ખાન ડ્રગ્સનો ઓર્ડર આપતો તથા પૈસા ટ્રાન્સફર કરવાની વાત કરે છે. બટાટાએ પણ એજાઝને ડ્રગ્સ આપ્યું હોવાની કબૂલાત NCB સમક્ષ કરી છે. એજાઝની ચેટમાં ખુલાસો થયો છે કે તેણે લૉકડાઉનના નામ પર અનેક કલાકારોને વધુ માત્રામાં ડ્રગ્સ ખરીદવાનું કહ્યું હતું.

ઘરમાંથી મળેલું ડ્રગ્સ, એજાઝની પત્નીની દવા છેઃ વકીલ
તપાસમાં સામે આવ્યું છે કે એજાઝ પોતાની પોઝીશનનો ફાયદો ઉઠાવીને પોતાની સોસાયટીમાંથી જ આ ધંધો ઓપરેટ કરતો હતો. જોકે, એજાઝના વકીલ અયાઝ ખાને કોર્ટમાં કહ્યું હતું કે એક્ટરના ઘરમાંથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. Troika નામની જે દવા મળી છે, તે એક્ટરની પત્નીની છે. અયાઝના મતે, NCB જે વોઈસ નોટની વાત કરે છે, તે એક વર્ષ જૂની છે, તેમાં માત્ર MDનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એજાઝે પોતાના નિવેદનમાં ડ્રગ્સ ખરીદ-વેચાણની વાતનો સ્વીકાર કર્યો નથી.

2018માં પણ ધરપકડ થઈ હતી
અગાઉ 2018માં પણ અભિનેતા એજાઝ ખાનની મુંબઈ પોલીસના નાર્કોટિક્સ સેલ દ્વારા ધરપકડ કરાઈ હતી. એ વખતે એના પર પ્રતિબંધિત દવાઓ લેવાનો આરોપ હતો. કહેવાય છે કે ધરપકડ થઈ ત્યારે પણ એ નશામાં ચૂર હતો અને પાર્ટી કરી રહ્યો હતો. એની પાસેથી 8 એક્સટસી ટેબલેટ્સ પણ મળી આવી હતી. 2.3 ગ્રામ વજનની એ ટેબલેટ્સની કિંમત 2.2 લાખ રૂપિયા થવા જતી હતી. આ દરમિયાન નવી મુંબઈ પોલીસે એજાઝ પાસેથી બે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો