'જેઠાલાલ' સોમનાથમાં:દીકરીના લગ્ન બાદ દિલીપ જોષીએ પરિવાર સાથે ભોળાનાથની પૂજા-અર્ચના કરી

વેરાવળ7 મહિનો પહેલા
  • દિલીપ જોષીની દીકરીના લગ્ન 8 ડિસેમ્બરે હતા, 11મીએ રિસેપ્શન હતું

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર ભજવીને જાણીતા બનેલા દિલીપ જોષી પરિવાર સાથે 19 ડિસેમ્બર, રવિવારના રોજ સોમનાથ મંદિરે આવ્યા હતા. અહીંયા તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી હતી.

પરિવાર સાથે આવ્યા હતા
દિલીપ જોષી પરિવાર સાથે સોમનાથ આવ્યા હતા. તેમણે અહીંયા ભોળેનાથની પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું. દિલીપ જોષીએ ટ્રસ્ટના અધિકારી પાસેથી સોમનાથ યાત્રાધામ વિકાસ અંગેની માહિતી પણ મેળવી હતી અને તેઓ વિકાસ કાર્યોથી ઘણાં જ પ્રભાવિત થયા હતા.

સોમનાથ મંદિરમાં દિલીપ જોષી.....

હાલમાં જ દીકરીના લગ્ન કર્યાં
દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના 8 ડિસેમ્બરે નાશિકમાં લગ્ન યોજાયા હતા. 11 ડિસેમ્બરે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપવામાં આવ્યું હતું. રિસેપ્શનના થોડાં દિવસ બાદ દિલીપ જોષીએ દીકરીના લગ્નની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. આ સાથે જ તેમણે ઇમોશનલ મેસેજ પણ લખ્યો હતો.

દીકરીના લગ્નની તસવીરો શૅર કરી ભાવુક મેસેજ લખ્યો
દિલીપ જોષીએ દીકરીના લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'તમે ફિલ્મ્સ તથા ગીતોમાંથી લાગણી ઉછીની લઈ શકો છો, પરંતુ જ્યારે તમારી સાથે આ પહેલી જ વાર બને ત્યારે તે અનુભવ અપ્રિતમ હોય છે. મારી નાનકડી દીકરી નિયતા તથા અમારા પરિવારમાં સામેલ થયેલ અમારા દીકરા યશોવર્ધનને આ નવી સફર માટે ઘણી જ શુભેચ્છા. અમને શુભેચ્છા મોકલનાર તથા આશીર્વાદ આપનાર તમામ વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.' ઉલ્લેખનીય છે કે દીકરીને દુલ્હન તરીકે જોતાં જ દિલીપ જોષી તથા તેમના પત્ની જયમાલા એકદમ ભાવુક થઈ ગયા હતા. દિલીપ જોષી દીકરીને જોતા જ રહી ગયા હતા.