પ્રેમિકા ડિપ્રેશનમાં:સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ શેહનાઝ ગિલે ખાવા-પીવાનું છોડ્યું, રૂમમાં ચૂપચાપ બેસીને રડ્યા કરે છે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધાર્થના મોત બાદ શેહનાઝની હાલત ખરાબ
  • સિદ્ધાર્થના અંતિમસંસ્કાર દરમિયાન બેભાન થઈ ગઈ હતી

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી શેહનાઝ ગિલની તબિયત સારી નથી. શેહનાઝ તથા સિદ્ધાર્થ એકબીજાના ઘણાં જ નિકટ હતા. સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક મૃત્યુ બાદ શેહનાઝે સાનભાન ભૂલાવી દીધું છે. હવે તેની તબિયત પણ સારી નથી. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ અટેકને કારણે થયું હતું. તેના અંતિમસંસ્કાર ત્રીજી સપ્ટેમ્બરે કરવામાં આવ્યા હતા.

ના જમે છે કે ના સૂવે છે
સૂત્રોના મતે, શેહનાઝ ઘણાં જ આઘાતમાં છે. તે રાત્રે ના સૂવે છે અને ના તો ઠીકથી જમે છે. આટલું જ નહીં સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર બાદથી તે કોઈની સાથે વાત કરી નથી. તે બસ ચૂપચાપ રૂમમાં બેસી રહી છે. તેની આંખમાંથી આંસુ વહેતા જાય છે.

એક ક્ષણ માટે એકલી નથી મૂકતા
વધુમાં શેહનાઝને એક ક્ષણ માટે સિદ્ધાર્થની માતા રીટા શુક્લા એકલી મૂકતા નથી. તે આ મુશ્કેલ ઘડીમાં શેહનાઝને સાંત્વના આપે છે. રીટા શુક્લા સ્ટ્રોંગ બનીને આ પરિસ્થિતનો સામનો કરી રહ્યા છે.

'મારાવાળો ક્યારેય છોડીને નહીં જાય'
'બિગ બોસ OTT'માં સિદ્ધાર્થ શુક્લા અંગે વાત કરતાં શેહનાઝે કહ્યું હતું, 'બોયફ્રેન્ડ-શોયફ્રેન્ડ તો છોડીને જતા રહે છે, મારાવાળો તો ક્યારેય મને છોડીને નહીં જાય.' શેહનાઝની આ વાતના થોડાં દિવસ બાદ સિદ્ધાર્થ શુક્લાના મોતના સમાચાર સામે આવ્યા હતા.

એબીપીન્યૂઝ સાથેની વાતચીતમાં રાહુલ મહાજને શેહનાઝ ગિલની સ્થિતિ વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે તેને આ હાલતમાં જોવાથી ઘણું જ દુઃખ થયું હતું.

સિદ્ધાર્થના પગ પર હાથ ઘસતી હતી
રાહુલે કહ્યું હતું, 'સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં જ્યારે શેહનાઝ આવી તો તેણે જોરથી બૂમ પાડી હતી, 'મમ્મી જી, મેરા બચ્ચા, મમ્મીજી મેરા બચ્ચા.' શેહનાઝને એ વાતનું ભાન જ નહોતું કે હવે સિદ્ધાર્થ નથી. તે સિદ્ધાર્થના પગને ઘસતી હતી. તે એ વાત સ્વીકારવા જ તૈયાર નહોતી કે હવે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી. તેને આ સ્થિતિમાં જોઈને અંતિમ સંસ્કારમાં હું ધ્રૂજી ઊઠ્યો હતો.'

વધુમાં રાહુલે કહ્યું હતું, 'શેહનાઝનો ચહેરો સાવ પીળો પડી ગયો છે. એને જોઈએ તો એવું લાગે છે કે એક વાવાઝોડું આવ્યું અને તેની સાથે બધું જ લઈ ગયું. હું જ્યારે સિદ્ધાર્થના ઘરે પરિવારને સાંત્વના આપવા ગયો ત્યારે મેં શેહનાઝના ખભે હાથ મૂક્યો હતો અને તેણે જે રીતે મારી સામે જોયું, તેની સ્થિતિ જોઈને હું ડરી ગયો હતો. તે સાવ નખાઈ ગઈ છે અને તેનામાં બોલવાની તાકાત પણ રહી નથી.'

સિદ્ધાર્થ-શેહનાઝે સગાઈ કરી લીધી હતી
સિદ્ધાર્થ તથા શેહનાઝે સગાઈ કરી લીધી હતી. બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. લગ્નના વિવિધ ફંક્શન ત્રણ દિવસ ચાલવાના હતા. લગ્ન માટે સિદ્ધાર્થ તથા શેહનાઝ મુંબઈની હોટલ બુક કરાવવા અંગે વાતચીત કરતા હતા.

જસલીન મથારુ હોસ્પિટલમાં એડમિટ
'બિગ બોસ 12'ની સ્પર્ધક જસલીન મથારુની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વીડિયો શૅર કરીને જસલીને કહ્યું હતું, 'સિદ્ધાર્થના મોતના સમાચાર સાંભળ્યા બાદ હું તેના ઘરે ગઈ હતી. ત્યાંનો માહોલ એકદમ ગમગીન હતો. હું શેહનાઝ તથા રીટી શુક્લાને મળ્યા બાદ ઘરે પરત ફરી હતી. તો કોઈએ મને મેસેજ કરીને કહ્યું કે તું પણ મરી જા. મને આ વાંચીને આઘાત લાગ્યો હતો. જીવનનું કંઈ જ નક્કી નથી. મને નહીં ખબર મારી સાથે શું થશે. મારી તબિયત બગડતા હું હોસ્પિટલમાં દાખલ થઈ હતી.'

104 ડિગ્રી તાવ
જસલીને વધુમાં કહ્યું હતું, 'મને 104 ડિગ્રી તાવ આવ્યો હતો. હાલમાં 103 ડિગ્રી તાવ છે. મારી તબિયત ધીમે ધીમે સુધરી રહી છે. તમે લોકો પણ તમારું ધ્યાન રાખો.' જસલીને શેહનાઝની તબિયત અંગેક હ્યું હતું, 'હું શેહનાઝને મળી ત્યારે તેને કંઈ જ ભઆન નહોતું. તેણે સામે જોયું હતું. તે ઘણી જ નબળી પડી ગઈ છે.'