તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટરની માતાની સલાહ:દીકરા સિદ્ધાર્થના મોત બાદ મમ્મી રીટા શુક્લા પ્રેમિકા શેહનાઝની હિંમત બન્યાં

મુંબઈએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરે હાર્ટ અટેકને કારણે મોત થયું હતું.

ટીવી તથા બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક મોતને કારણે તેની પ્રેમિકા શેહનાઝ ગિલ એકદમ ભાંગી પડી છે. સિદ્ધાર્થના અવસાનથી માત્ર પરિવાર જ નહીં ચાહકોને પણ ઘેરો શોક લાગ્યો છે. જોકે, શેહનાઝ સૌથી વધુ દુઃખી છે. આ દુઃખની ઘડીમાં સિદ્ધાર્થની મમ્મી રીટા શુક્લાએ શેહનાઝને સધિયારો આપ્યો છે.

માતાની હાલત પણ ખરાબ
સિદ્ધાર્થના અચાનક જવાથી તેની મમ્મી રીટા શુક્લાની હાલત પણ સારી નથી, પરંતુ તે સ્ટ્રોંગ બનીને રહે છે. તે પોતાનું દુઃખ ભૂલાવીને શેહનાઝને હિંમત આપે છે. વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, સિદ્ધાર્થ શુક્લાની માતા જ શેહનાઝનું ધ્યાન રાખે છે અને તેને આગળ વધવની સલાહ આપે છે. શેહનાઝ એકદમ ભાંગી પડી છે અને પૂરી રીતે આઘાતમાં છે. જોકે, સિદ્ધાર્થની મમ્મી તેની સાથે છે. તેને આ દુઃખમાંથી બહાર કાઢવાનો શક્ય તેટલો પ્રયાસ કરે છે.

સિદ્ધાર્થની મમ્મીની સલાહઃ શેહનાઝ કામમાં મન લગાવે
સૂત્રોના મતે, સિદ્ધાર્થની મમ્મીનું માનવું છે કે શેહનાઝ માટે આ દુઃખમાંથી બહાર આવવાનો સૌથી સારો રસ્તે છે કે તે પોતાની જાતને કામમાં ડૂબાવી દે. આથી જ તે શેહનાઝને સતત સમજાવે છે કે તે પોતાના જીવનમાં આગળ વધે અને ભવિષ્ય વિશે વિચારે. મિત્રોને મળે અને એક સામાન્ય જીવન જીવે.

સિદ્ધાર્થને બદલે અન્ય બાબતોમાં ધ્યાન પરોવે
સિદ્ધાર્થની મમ્મી નથી ઈચ્છતી કે શેહનાઝ માત્રને માત્ર સિદ્ધાર્થના વિચારોમાં ખોવાયેલી રહે અને પછી ડિપ્રેશનમાં જતી રહે. આથી જ શેહનાઝ પોતાને વ્યસ્ત રાખે તે જરૂરી છે અને તેથી જ તેનું મન અન્ય બાબતોમાં રહે તે પણ મહત્ત્વનું છે.

2 સપ્ટેમ્બરે સિદ્ધાર્થનું મોત થયું
40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું મોત 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ અટેકને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ જણાવવામાં આવ્યું નહોતું. કહેવાય છે કે જ્યારે સિદ્ધાર્થ શુક્લાનું મોત થયું ત્યારે શેહનાઝ તેની સાથે જ હતી.

સિદ્ધાર્થના મોત બાદથી શેહનાઝની હાલત ખરાબ
સિદ્ધાર્થના અવસાન બાદ શેહનાઝે ખાવા-પીવાનું છોડી દીધું હતું. તેને ગ્લુકોઝ પણ ચઢાવવામાં આવ્યો હતો. તે ઠીકથી સૂતી પણ નહોતી. જોકે, હાલમાં જ ટીવી એક્ટર અભિનવ શુક્લા તથા રૂબીના દિલૈક, શેહનાઝની મમ્મીને મળ્યાં હતાં. તેઓ શેહનાઝને આ દુઃખમાંથી બહાર લાવવાનો શક્ય તેટલો પ્રયાસ કરે છે.