તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ડસ્ટ્રીમાં વધુ એક આત્મહત્યા:એક્ટર સમીર શર્માનાં મૃત્યુ પછી લોકોએ ઇન્ડસ્ટ્રી પર પ્રશ્નો કર્યા, યુઝરે લખ્યું, ‘અહિ કેટલો સ્ટ્રેસ છે તે ચોખ્ખું દેખાય છે’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020 એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ઘણું ખરાબ જઈ રહ્યું છે. ઋષિ કપૂર, ઈરફાન ખાન અને સરોજ ખાન જેવા સેલેબ્સ દુનિયા છોડીને જતા રહ્યા તો બીજી તરફ અન્ય સેલિબ્રિટીઓએ આત્મહત્યા કરીને દરેકને ચોંકાવી દીધા છે. હાલમાં ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ના એક્ટર સમીર શર્માએ પોતાના મલાડ સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી છે. સમીરનું મૃત્યુ બે દિવસ પહેલાં થઇ ચૂક્યું હતું. ત્યારબાદ સોસાયટીના ગાર્ડને પંખા સાથે લટકાયેલો મૃતદેહ જોયો અને પોલીસ તથા અન્ય સોસાયટી મેમ્બરને જાણકારી આપી. આ સમાચાર સામે આવતા લોકોના મનમાં પ્રશ્ન છે કે શા માટે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીના લોકો આત્મહત્યા કરી રહ્યા છે?

ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં સમીરનો ફોટો શેર કરીને તેના મૃત્યુના સમાચાર આપ્યા છે. એક્ટર પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી.હવે સોશિયલ મીડિયા પર લોકો ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલા આત્મહત્યાના કેસને લઇને પ્રશ્નો કરી રહ્યા છે.

લોકોએ ઇન્ડસ્ટ્રી પર પ્રશ્નો કર્યા
એક યુઝરે લખ્યું કે, આ એન્ટરટેઈનમેન્ટ કેવી ડાર્ક જગ્યા છે. ભગવાન આ તમામની આત્માને સદ્ગતિ આપે. અન્ય યુઝરે લખ્યું કે, બોલિવૂડમાં શું થઇ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીમાં કેટલો સ્ટ્રેસ છે તે ચોખ્ખું દેખાઈ રહ્યું છે. એક પછી એક એક્ટર સુસાઈડ કરી રહ્યા છે.

સમીરની આત્મહત્યાના સમાચાર જોઈને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, હે ભગવાન, આ 2020નું વર્ષ હજુ કેટલું ખરાબ થશે? બીજા યુઝરે લખ્યું કે, આ વાત ગણી દુ:ખદ છે. સમીર ઘણા પોપ્યુલર અને જાણીતો ચહેરો હતા. અન્ય યુઝરે લખ્યું કે, હે ભગવાન, મુંબઈમાં આ શું થઇ રહ્યું છે, આટલી બધી આત્મહત્યા !

અન્ય સમાચારો પણ છે...