તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મુનમુન દત્તા બાદ હવે યુવિકા ચૌધરીએ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો, માફી માગતા કહ્યું- સોરી મને શબ્દનો અર્થ ખબર નહોતી

મુંબઈ2 મહિનો પહેલા
  • યુવિકાએ સો.મીડિયા પોસ્ટ શૅર કરી માફી માગી
  • મુનમુન દત્તા પર હરિયાણા સહિત દેશના વિવિધ રાજ્યોમાં કેસ થયો છે

ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા પછી હવે યુવિકા ચૌધરીએ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરીને વિવાદ ઊભો કર્યો છે. હાલમાં જ યુવિકાએ એક વ્લોગ બનાવ્યો હતો, જેમાં તેણે જાતિસૂચક શબ્દ યુઝ કર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં જ સો.મીડિયામાં યુવિકા વિરુદ્ધ FIR કરવાની તથા ધરપકડની માગણી શરૂ થઈ હતી. સો.મીડિયામાં વિવાદ વધતા હવે યુવિકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માફી માગી હતી.

શબ્દનો અર્થ ખબર નહોતી

પ્રિન્સ નરુલાની પત્ની યુવિકાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેલ્લો, મિત્રો, મારા વ્લોગમાં મેં જે શબ્દનો ઉપયોગ કર્યો હતો, મને તેનો અર્થ ખબર નહોતી. મારો ઈરાદો કોઈનું દિલ દુભાવવાનો નહોતો. હું કોઈને પણ દુઃખ પહોંચાડવા માટે આવું ક્યારેય કરી શકું નહીં. હું તમામની તથા દરેક વ્યક્તિની માફી માગું છું. મને આશા છે કે તમે મને સમજશો. લવ યુ ઓલ.' તો યુવિકાના પતિ પ્રિન્સ નરુલાએ પણ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માફી માગી છે.

વીડિયોમાં જાતિસૂચક શબ્દ કહે છે
યુવિકા વાઈરલ વીડિયોમાં પતિ પ્રિન્સ નરુલા સાથે જોવા મળે છે. તેમનું ગ્રૂમિંગ સેશન ચાલે છે. યુવિકા તેનો વીડિયો બનાવે છે. આ દરમિયાન યુવિકા જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરે છે.'

મુનમુને પણ વીડિયોમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ મુનમુન દત્તાએ પોતાના એક યુટ્યૂબ વીડિયોમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યા હતો. સો.મીડિયામાં યુઝર્સે FIR કરીને ધરપકડની માગણી કરી હતી. ત્યારબાદ મુનમુને માફી માગી હતી. તેણે પણ એમ જ કહ્યું હતું કે તેને શબ્દનો અર્થ ખબર નહોતી. જોકે, માફી માગવા છતાંય મુનમુન વિરુદ્ધ હરિયાણા સહિત દેશમાં ઘણી જગ્યાએ કેસ કરવામાં આવ્યો છે. હવે યુવિકા વિરુદ્ધ IPCની કલમ 153A હેઠળ કેસ કરીને ધરપકડની માગણી કરી હતી.