'ઈન્ડિયન આઈડલ'માં કોરોનાનો કહેર:હોસ્ટ આદિત્ય નારાયણ પછી હવે સ્પર્ધક પવનદીપ પોઝિટિવ, ગયા અઠવાડિયે રેખા સાથે પર્ફોર્મન્સ આપ્યું હતું

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

'ઈન્ડિયન આઈડલ 12'ના સેટ પર કોરોનાનો કહેર વધી ગયો છે. હોસ્ટ આદિત્ય બાદ હવે સ્પર્ધક પવનદીપ રાજન પણ કોવિડ 19નો ભોગ બન્યો છે. રિપોર્ટ પ્રમાણે, ઉત્તરાખંડમાં રહેતો પવનદીપને મુંબઈની હોટલમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે. તે સેલ્ફ આઈસોલેશનમાં છે. ગયા અઠવાડિયે આ શોમાં 66 વર્ષીય રેખા ગેસ્ટ બનીને આવી હતી. પવનદીપે રેખા સાથે પર્ફોર્મન્સ આપ્યું હતું

શોમાં વર્ચ્યુઅલી પર્ફોર્મ કરશે
રિપોર્ટ પ્રમાણે, અપકમિંગ એપિસોડમાં પવનદીપ વર્ચ્યુઅલી પર્ફોર્મન્સ આપશે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતાં સ્પર્ધકો એક પ્રકારના બાયો બબલમાં છે. પવનદીપને કોરોનાના લક્ષણો જોવા મળતા તેણે પોતાને આઈસોલેટ કર્યો હતો અને ટેસ્ટ કરાવ્યો હતો.

અન્ય સ્પર્ધકોમાં લક્ષણો નથી
પવનદીપનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી અન્ય સ્પર્ધકો, જજ, ક્રૂ મેમ્બર્સના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં આ તમામના રિપોર્ટ આવશે. પવનદીપને ચેપ લાગ્યા બાદ મેકર્સની ચિંતા વધી ગઈ હતી. જોકે, હાલ પૂરતા અન્ય કોઈ સ્પર્ધકમાં લક્ષણો જોવા મળ્યા નથી. આશા છે કે તમામના રિપોર્ટ નેગેટિવ આવશે. પવનદી પણ ઠીક છે. તે ટૂંક સમયમાં સેટ પર પરત આવશે.

ગયા વીકેન્ડમાં આદિત્ય ચેપગ્રસ્ત થયો
શોનો હોસ્ટ આદિત્ય નારાયણ ગયા અઠવાડિયે કોરોના પોઝિટિવ થયો હતો. તેણે સો.મીડિયામાં આ અંગે વાત કરી હતી. આદિત્યની સાથે પત્ની શ્વેતા અગ્રવાલ પણ કોવિડ પોઝિટિવ છે. આદિત્ય હોસ્પિટલમાં એડમિટ છે. આદિત્યને બદલે જય ભાનુશાલી શોને હોસ્ટ કરે છે.