પુનઃપ્રસારણ / ‘ફૌજી’ અને ‘સર્કસ’ બાદ શાહરુખ ખાનની અન્ય સિરિયલ ‘દૂસરા કેવલ’ હવે લોકડાઉનમાં ફરી ટેલિકાસ્ટ થશે

X

દિવ્ય ભાસ્કર

May 14, 2020, 07:32 PM IST

લોકડાઉનને કારણે ફિલ્મ અને સિરિયલના શૂટિંગ બંધ થઇ ગયા છે. લોકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને દૂરદર્શન પર જૂની સિરિયલ ફરી ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. 80 અને 90ના દાયકાની રામાયણ, મહાભારત સહિત ઘણી સિરિયલનું પુનઃપ્રસારણ કરવામાં આવ્યું. શાહરુખ ખાન સ્ટારર ‘ફૌજી’ અને ‘સર્કસ’ સિરિયલના પુનઃપ્રસારણ બાદ તેની અન્ય સિરિયલ ‘દૂસરા કેવલ’ ફરી ટેલિકાસ્ટ કરવામાં આવશે.

ડીડી નેશનલના ઓફિશિયલ અકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે, શાહરુખ ખાન સ્ટારર દૂસરા કેવલ ટૂંક સમયમાં ટેલિકાસ્ટ થશે. દૂસરા કેવલ 1989-90માં પહેલીવાર રિલીઝ થઇ હતી. 

આ સિરિયલમાં શાહરુખ કેવલના રોલમાં હોય છે જે ગામડેથી શહેર ભણવા માટે જાય છે. તે ફરી પરિવાર પાસે જતો નથી. પોતાના એક મિત્રને આતંકવાદી બનતા અટકાવવા જતા તેનું મૃત્યુ થાય છે. આ સિરિયલ શાહરુખની અન્ય સિરિયલ જેટલી ફેમસ થઇ ન હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી