તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટીવી શો બિગ બોસ 14માં અંદાજે સાડા 4 મહિના વિતાવ્યા બાદ પંજાબના લુધિયાણાથી સંબંધ રાખનાર એક્ટર અભિનવ શુક્લા મિડ ડે એવિક્શન મારફતે બહાર થઇ ગયો. આને લઈને અભિનવ શુક્લાએ કહ્યું કે તે ક્યાંકને ક્યાંક આ ગેમનો શિકાર થયો છે, પણ આ વાતનો તેને હવે કોઈ અફસોસ નથી. અભિનવે રાખી સાવંત અને જેસ્મિન ભસીનને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ તેની પત્ની રૂબીના બિગ બોસ જીતે તેના માટે આશા જતાવી છે.
બિગ બોસના ઘરના સફર વિશેની યાદો શેર કરી અભિનવે કહ્યું કે, ઘરમાં અમુક એવા સભ્ય હતા જેના મુજબ તે લાયક ન હતો, પણ આ દરમ્યાન ઘણા એવા સભ્યોને તેને ખોટા સાબિત કર્યા. તેમ છતાં તેને આ રીતે બહાર કરી દેવામાં આવ્યો. જોકે તેને આ વાતનો ક્યાંક અંદાજો હતો. 'જે હોય તે, હવે કોઈ પ્રકારનો અફસોસ નથી, બધું હું ત્યાં જ મૂકીને આવ્યો છું. બિગ બોસના ઘરમાં એવું જ વિચારીને એન્ટ્રી લીધી હતી કે કોઈપણ દિવસ ઘરમાં છેલ્લો દિવસ હોઈ શકે છે, આને જ તો ગેમ કહેવાય છે. મને માત્ર એટલે જ હર્ટ થયું કે મારા ફેન્સ હર્ટ થયા.'
કહ્યું- રાખી સાવંતનો કિસ્સો ક્યારેય નહીં ભૂલું
તેણે કહ્યું, 'શો દરમ્યાન મને ઘણું બધું શીખવા પણ મળ્યું અને ઘણી એવી વાત પણ થઇ જેને લાઈફટાઈમ નહીં ભૂલી શકું. આ જ વાતોમાં શોની કન્ટેસ્ટન્ટ રાખી સાવંતનો કિસ્સો છે. તેણે મને ઘણો હર્ટ કર્યો છે. બીજી કન્ટેસ્ટન્ટ છે જેસ્મિન ભસીન, જેના વર્તને નિરાશ કર્યો છે. જેસ્મિને કોઈવાર પોતીકાપણું દેખાડ્યું તો કોઈવાર એકદમ બદલીને એવિક્શનમાં નામ લઇ લીધું. તેને સમજવી અઘરી છે.'
આશા રાખું છું કે રૂબીના જ જીતશે
અભિનવની પત્ની રૂબીના શોમાં છે અને ફાઇનલિસ્ટ કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થવાની સ્ટ્રોંગ દાવેદાર છે. અભિનવે કહ્યું, 'આશા રાખું છું કે રૂબીના આ શો અને ટ્રોફી જીતશે. જ્યાં સુધી રૂબીનાને સપોર્ટ કરવાની વાત છે તો ફેન્સ વોટિંગ કરી તેના પ્રત્યેનો સ્નેહ ખૂબ બતાવી રહ્યા છે. બસ હવે ફિનાલે પર નજર છે.'
લુધિયાણા સાથે સંબંધ
અભિનવ શુક્લાનો લુધિયાણા સાથે બાળપણનો સંબંધ છે. BRS નગરમાં રહેતા અભિનવ શુક્લાએ ગુરુ નાનક પબ્લિક સ્કૂલમાં સ્ટડી કર્યું છે. ત્યારબાદ મોગાના લાલા લાજપત રાય કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ કર્યું. વર્ષ 2004માં તેને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી નવી દિલ્હી તરફથી આયોજિત ટેક ફેસ્ટમાં બેસ્ટ ડિઝાઈનરનો અવોર્ડ મળ્યો હતો. 2006માં તે મુંબઈ શિફ્ટ થયો અને તેનાં પેરેન્ટ્સ લુધિયાણામાં રહે છે. અભિનવ ઘણીવાર સમય કાઢીને લુધિયાણા તેના ઘરે આવે છે. તેણે ટૂંક સમયમાં ફરી લુધિયાણા આવવાની વાત કરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.