આરોપો પર સ્પષ્ટતા:દિવ્યા ભટનાગરના પતિ ગગને વીડિયો શેર કરી લખ્યું, આ હતી મારી દિવ્યા, દેવોલિનાએ આરોપ લગાવ્યો- બેલ્ટથી મારવું નોર્મલ હતું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરના મૃત્યુએ આખી ઇન્ડસ્ટ્રીને હલાવી દીધી છે. કોરોના સંક્રમિત થયા બાદ તે અંતિમ દિવસોમાં વેન્ટિલેટર પર જિંદગી અને મૃત્યુ સામે લડી રહી હતી. દિવ્યાના મૃત્યુ પછી તેના પતિ ગગન પર એક્ટ્રેસ દેવોલિનાએ દિવ્યાને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ દિવ્યાના ભાઈએ પણ અમુક ચેટ્સના સ્ક્રીન શોટ્સ શેર કર્યા હતા. તેમાં દિવ્યાએ સ્વીકાર્યું હતું કે તેનો પતિ તેને શારીરિક ઇજા આપતો હતો.

હવે ગગને તેના બચાવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને લખ્યું છે, આ હતી મારી દિવ્યા. જેના માટે અમુક લોકો બોલી રહ્યા છે કે મેં તેની સાથે જબરદસ્તી લગ્ન કર્યાં. મેન્ટલી ટોર્ચર કર્યું અને જેને મેં રૂમમાં બંધ રાખી. ગાળો આપી, મારપીટ અને લગ્ન બાદ નોકરાણી બનાવીને રાખી.

દેવોલિનાના આરોપ બાદ વીડિયો બનાવ્યો
ગગને આ પહેલાં પણ એક વીડિયો શેર કરીને દેવોલિનાના આરોપોના જવાબ આપ્યા હતા. તેણે કહ્યું હતું કે દેવોલિના છેલ્લા 6 વર્ષમાં ક્યારેય દિવ્યાને મળવા નથી આવી. તે માત્ર એકવાર આવી. ગગને તે વીડિયોમાં દિવ્યાના ભાઈને પણ ઘણું સંભળાવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, દિવ્યાના પરિવારના ટૂંક સમયમાં ગગન વિરુદ્ધ કેસ ફાઈલ કરવાની તૈયારી કરી રહ્યા છે.

દેવોલિનાએ અન્ય એક વીડિયો રિલીઝ કર્યો
આ વચ્ચે દેવોલિનાએ અન્ય એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે ગગનને લખ્યું છે કે તે દિવ્યાને કંટ્રોલ કરતો હતો જેથી તે તેના કાંડ વિશે તેના પરિવારને કોઈ માહિતી ન આપે. પરંતુ દિવ્યા તેની નાનામાં નાની વાત પણ ફેન્સ સાથે શેર કરતી હતી. ગગને ક્યારે કઈ રીતે દિવ્યાને હેરાન કરી છે, તેની દરેક માહિતી લેખિતમાં દિવ્યાએ તેના ફેન્સને આપી છે. અમે તે દરેક મેસેજ, વોઇસ કોલ ભેગા કરી રહ્યા છીએ, જેમાં દિવ્યાની તેની સાસુ સાથે વાતચીત થઇ છે. દિવ્યાને તારો (ગગન) અસલી ચહેરો ઓળખવામાં ઘણો સમય લાગ્યો. તે તારું સત્ય સમજવાને બદલે તારો ત્રાસ સહન કરતી રહી, એવી આશામાં કે તું એક દિવસ સુધરી જઈશ.