તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગયા વર્ષે ટીવી એક્ટ્રેસ શ્રેણુ પરીખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શ્રેણુ પરીખ લૉકડાઉનમાં ખાસ મંજૂરી લઈને મુંબઈથી વડોદરા આવી હતી. જ્યારે અનલૉક થયું ત્યારે વડોદરામાં જ હતી. જોકે, આ દરમિયાન તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. કોરોનામાંથી સાજા થયા બાદ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શ્રેણુએ કહ્યું હતું કે તેને કામ મળવામાં અનેક મુશ્કેલીઓ આવી હતી.
મારું વજન વધી ગયું હતું
શ્રેણુએ કહ્યું હતું, 'ગયા વર્ષે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો. માત્ર કોવિડ 19 જ નહીં, પરંતુ અનેક પ્રકારના ડરનો સામનો કર્યો. કોવિડ 19 પછી પણ મેં અનેક બાબતોને સહન કરી હતી. મારું વજન વધી ગયું હતું. આ જ કારણે મારા હાથમાંથી અનેક પ્રોજેક્ટ જતાં રહ્યાં હતાં. આની મારા પર મેન્ટલી અસર થવા લાગી હતી. જોકે, સમય પસાર થતાં મેં મારી જાતને મેન્ટલી તથા ફિઝિકલી મોટિવેટ કરી હતી. હવે હું ઘણી જ ફિટ થઈ ચૂકી છું. એવું નથી કે હું એકદમ સ્લિમ થઈ ગઈ અથવા મારું ઝીરો ફિગર થયું હોય. મને શરૂઆતમાં જ ઝીરો ફિગર કોન્સેપ્ટ પસંદ નથી. મને મારા કર્વ્સ પસંદ છે.'
નબળાઈને કારણે વર્કઆઉટ કરી શકતી નહોતી
વધુમાં શ્રેણુએ કહ્યું હતું, 'કોવિડની સારવાર દરમિયાન મારે ઘણી બધી દવા લેવી પડી હતી. હું હોસ્પિટલમાં પણ દાખલ હતી. આ જ કારણે મારું વજન વધી ગયું હતું. આ સમય દરમિયાન મારામાં ઘણી જ નબળાઈ આવી ગઈ હતી. આ કારણે હું વર્કઆઉટ કરી શકતી નહોતી. મારું બૉડી બિલકુલ શૅપમાં નહોતું અને હું અનફિટ હતી. સૌ પહેલાં મેં યોગ કરવાનું શરૂ કર્યું હતું, મેન્ટલી મારી જાતને ફિટ કરી અને હવે મેં ધીમે ધીમે વર્કઆઉટ કરવાની શરૂઆત કરી છે. મેં ડાયટમાં ઘણો જ ફેરફાર કર્યો છે. હવે હું હકારાત્મક ફીલ કરું છું અને કામ પણ મળે છે. ગયા વર્ષે મને ઘણું જ શીખવા મળ્યું છે.'
પોતાની જાતને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક
કોવિડના દિવસોને યાદ કરીને શ્રેણુએ કહ્યું હતું, 'હું એ વાતની ના નથી પાડતી કે હું ડિપ્રેશનનો ભોગ બની નહોતી. એ લોકો મહાન હશે, જે એમ કહેતા હશે કે તેઓ ક્યારેય ડિપ્રેસ થયા નથી. મેં આવા સમયનો સામનો કર્યો છે. હું પથારીમાંથી ઊભી પણ થઈ શકતી નહોતી અને કંઈ જ કરી શકતી નહોતી. તે સમયે હું હનુમાન ચાલીસા વાંચતી હતી અને મનમાં ખરાબ વિચારો ના આવે તેવો પ્રયાસ કરતી હતી. મને પરિવારે ઘણો જ સપોર્ટ આપ્યો છે. કેટલાંક જાણીતા પ્રોડ્યૂસર્સે મને હિંમત આપી હતી કે આ સમય પણ પસાર થઈ જશે. સાચું કહું તો હું મારી જાતને સ્ક્રીન પર જોવ માટે ઉત્સુક છું.'
કોમિક રોલ કરવા છે
શ્રેણુએ તાજેતરમાં જ કેટલીક જાહેરાતોનું શૂટિંગ કર્યું હતું. તે ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે. આ અંગે તેણે કહ્યું હતું, 'હું ટૂંક સમયમાં સ્ક્રીન પર આવીશ, આ મારું વચન છે. મેં કેટલીક જાહેરાતોના શૂટિંગ કર્યા છે. મેં ડિજિટલ પ્લેટફોર્મ માટે શૂટિંગ કર્યું છે, પરંતુ આ અંગે હું હાલમાં કંઈ જ કહી શકું તેમ નથી. મને ટીવી શો ઘણાં જ પસંદ છે. મને કોમેડી કરવી ગમે છે. તક મળી તો હું કોમિક રોલ કરવા માગું છું.'
2010માં કરિયરની શરૂઆત
વડોદરામાં જન્મેલી શ્રેણુએ નવરચના વિદ્યાની વિદ્યાલયમાંથી સ્કૂલિંગ કર્યું હતું. વર્ષ 2007માં મિસ યુનિવર્સિટી બની હતી. ત્યારબાદ 2008માં મિસ વડોદરા સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી હતી. શ્રેણુએ 2010માં સિરિયલ ‘ગુલાલ’માં રૂપાનો રોલ પ્લે કરીને કરિયરની શરૂઆત કરી હતી. તેણે ટીવી સિરિયલ ‘હવન’,‘બ્યાહ હમારી બહૂ કા’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’, ‘એક બાર ફિર’, ‘ઈશ્કબાઝ’ તથા ‘એક ભ્રમઃ સર્વગુણ સંપન્ન’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.