તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીનના 12 દિવસ બાદ પહેલી પોસ્ટ:પર્લ વી પુરીએ દુઃખી થઈને કહ્યું, 'પિતાને ગુમાવ્યા, માતાને કેન્સર, એક રાતમાં અપરાધી બની ગયો'

મુંબઈ3 મહિનો પહેલા
  • પર્લે કહ્યું, છેલ્લાં કેટલાંક અઠવાડિયાઓ ડરમાણા સપના જેવા રહ્યાં

ટીવી એક્ટર પર્લ વી પુરી પર સગીરા પર રેપ કર્યો હોવાનો આક્ષેપ છે. 15 જૂનના રોજ વસઈ સેશન્સ કોર્ટે એક્ટરને જામીન પર છોડ્યો હતો. જામીન પર છૂટ્યાના 12 દિવસ બાદ પર્લ વી પુરીએ સો.મીડિયામાં પહેલી પોસ્ટ શૅર કરી છે.

શું કહ્યું પર્લે?
પર્લે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'જીવન પોતાની રીતે લોકોની પરીક્ષા લે છે. કેટલાંક મહિનાઓ પહેલાં મેં નાનીમાને ગુમાવ્યા. તેમના અવસાનના 17 દિવસ પછી પપ્પાને ખોયા. પછી ખબર પડી કે માતાને કેન્સર છે. ત્યારબાદ આ ખૌફનાક આક્ષેપ. છેલ્લાં થોડાં અઠવાડિયા મારા માટે ડરામણા સપનાથી સહેજ પણ ઓછા રહ્યાં નથી. એક જ રાત્રે મને અપરાધી જેવું મહેસૂસ કરવા માટે મજબૂર કર્યો. આ બધું જ માતાની કેન્સરની સારવારની વચ્ચે, આ બધાને કારણે મને ઘણી જ અસલામતી અનુભવવા લાગી...હું લાચાર બની ગયો.'

વધુમાં પર્લે કહ્યું હતું, 'હું હજી પણ કંઈ બોલી શકવા માટે સમર્થ નથી, પરંતુ પછી મારા મિત્રો, ચાહકો તથા શુભેચ્છકોનો સંપર્ક કરવાનું વિચાર્યું, તેમણે મને પ્રેમ આપ્યો, સાથ આપ્યો અને મારી ચિંતા કરી. મારામાં વિશ્વાસ રાખવા બાદલ આભાર. હું સત્યમેવ જયતેમાં વિશ્વાસ ધરાવું છું. મને કાયદા પર, દેશના ન્યાયતંત્ર તથા ભગવાન પર વિશ્વાસ છે. પ્લીઝ દુઆ કરતાં રહેજો.'

જેલમાં 11 દિવસ પસાર કર્યા
ઉલ્લેખનીય છે કે પાંચ જૂનના રોજ પર્લની સગીરા પર રેપના આક્ષેપમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. 11 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી બાદ 15 જૂનના રોજ તેને જામીન મળ્યા હતા. પીડિતાના પિતાએ રેપનો ગંભીર આક્ષેપ મૂક્યો છે.

એકતા કપૂરે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો
પર્લની પોલીસે ધરપકડ કરી પછી અનીત હસનંદાની, સુરભિ જ્યોતિ, કરિશ્મા તન્ના, એકતા કપૂર, દિવ્યા ખોસલા કુમાર, અલી ગોની, નિયા શર્મા સહિતના સેલેબ્સે તેને નિર્દોષ ગણાવ્યો હતો. એકતા કપૂરે દાવો કર્યો હતો કે પીડિતાના પિતાએ જાણી જોઈને પર્લને કેસમાં ફસાવ્યો છે. સો.મીડિયામાં પણ ચાહકોએ #WeSupportPearl કેમ્પેઈન ચલાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પર્લે 'નાગિન 3', 'બેપનાહ પ્યાર', 'બ્રહ્મરાક્ષસ' જેવા શોમાં કામ કર્યું છે.