બિગ બોસ 15:અફસાનાએ કેમેરાની સામે આકાસા સિંહનો શર્ટ ફાડ્યો અને શમિતાની મજાક ઉડાવી, ગુસ્સે થયેલા સલમાને ઠપકો આપ્યો

3 મહિનો પહેલા
  • શર્ટ ફાટી ગયા બાદ પણ આકાસા સિંહે ટાસ્ક ચાલુ રાખ્યો અને સતત ટૂકડા છીનવાનો પ્રયાસ કર્યો
  • ઝઘડા દરમિયાન અફસાનાએ આકાસાને લાત પણ મારી હતી

ટેલિવિઝન રિયાલિટી શોમાં થોડા દિવસ પહેલા જંગલવાસીઓને ઘરમાં એન્ટ્રી કરવા માટે એક ટાસ્ક આપવામાં આવ્યો હતો, જેના કારણે બે ગ્રુપ વચ્ચે જોરદાર ફાઈટ જોવા મળી હતી. રસ્તો બનવાતા ટૂકડા માટે હાથાપાઈ કરતા અફસાના ખાને જોરથી આકાસાના કપડા ખેંચ્યા કે તેના શર્ટના બધા બટન ટૂટી ગયા અને શર્ટ ફાટી ગયો. આ વાતથી નારાજ થઈને આખું ઘર તેની વિરુદ્ધ થઈ ગયું છે. હવે સલમાને પણ આ મુદ્દે અફસાનાને ફટકાર લગાવી છે.

શર્ટ ફાટી ગયા બાદ પણ આકાસા સિંહે ટાસ્ક ચાલુ રાખ્યો અને સતત ટૂકડા છીનવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેની અને અફસાના ખાનની વચ્ચે જોરદાર ઝઘડો થયો. ઝઘડા દરમિયાન અફસાનાએ આકાસાને લાત પણ મારી હતી. જ્યારે ઘરના બીજા લોકો તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો અફસાનાએ શમિતા શેટ્ટી, જય ભાનુશાળી, તેજસ્વી પ્રકાશ સહિત તમામ ઘરના લોકો સાથે ઝઘડો કર્યો હતો. અફસાનાએ ઝઘડા દરમિયાન વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતા કહ્યું હતું, તેના શરીરના અંગો તો પહેલા પણ દેખાતા હતા, મેં બટન તોડી નાખ્યા તો શું થયું. આ સાંભળીને આકાસા ઈમોશનલી ભાંગી પડી હતી.

અફસાનાની હરકતો પર સલમાન ખાન ગુસ્સે થયો
તાજેતરમાં કલર્સ ચેનલ દ્વારા વીકેન્ડનો એપિસોડનો એક પ્રોમો વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં સલમાન અફસાનાને ખખડાવતો જોવા મળી રહ્યો છે. સલમાને કહ્યું, સુપરસ્ટાર ઓફ ધ વીક અફસાના ખાન. તમે કહ્યું છે કે, શમિતા વૃદ્ધ છે, તેને ઘરે બેસવું જોઈએ. તે ખરાબ છે. તમે નક્કી કરો કે કોણ શું છે. આ વિશે અફસાના જણાવે છે કે, તમે મોટા છો સર. વચ્ચેથી જ અફસાનાની વાત કાપતા સલમાન કહે છે કે, ના, ના, હું તો એક વૃદ્ધ વ્યક્તિ છું.

અફસાનાએ શમિતાની એજ શેમિંગ કરી
શમિતા શેટ્ટી સાથે વિવાદ દરમિયાન અફસાનાએ તેની ઉંમર વિશે કમેન્ટ કરતા એજ શેમિંગ કરી હતી. તે ઉપરાંત તેને ઘણા આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી શમિતા ભાંગી પડી હતી. એટલું જ નહી પોતાના ગુસ્સા પર કંટ્રોલ ગુમાવતા અફસાના પોતાની જાતને જોર જોરથી મારવાનું પણ શરૂ કરી દીધું હતું.

વીકેન્ડના એપિસોડમાં આખું ઘર અફસાનાની વિરુદ્ધ જોવા મળશે. સલમાને તેને ઠપકો પણ આપ્યો અને કહ્યું કે જો તે તેના પર થયું હોત તો તેણે અફસાનાને તરત જ ઘરની બહાર કાઢી મૂકી હોત. સલમાનની વોર્નિંગ સમજવાની જગ્યાએ અફસાનાએ કહ્યું કે, તેને તેની સામે કોઈ વાંધો નથી.