તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિંગર ઉદિત નારાયણનો દીકરો આદિત્ય નારાયણ પહેલી ડિસેમ્બરના રોજ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરશે. આદિત્યે એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન અંગે વાત કરી હતી. આદિત્યના મતે લગ્નમાં માત્ર નિકટના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સ હાજર રહેશે. લગ્ન મંદિરમાં કરવામાં આવશે અને ત્યારબાદ નાનકડું રિસેપ્શન આપવામાં આવશે.
કોવિડ 19ને કારણે વધુ લોકોને બોલાવવામાં આવ્યા નથી
વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, આદિત્યે કહ્યું હતું, 'અમે પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાના છીએ. કોવિડ 19ને કારણે અમે માત્ર નિકટના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સને બોલાવીશું. મહારાષ્ટ્રમાં લગ્નમાં 50થી વધુ લોકોને બોલાવવાની પરમિશન નથી. આથી જ મંદિરમાં લગ્ન કરવામાં આવશે અને પછી નાનકડું રિસેપ્શન.'
વધુમાં આદિત્યે કહ્યું હતું, 'કોવિડને કારણે વધુ લોકોને આમંત્રણ આપી શકાય તેમ નથી. ટીવી તથા મ્યૂઝિક વર્લ્ડના નિકટના મિત્રો જ લગ્નમાં આવશે.'
આ મહિને રોકા સેરેમની થઈ હતી
આદિત્ય નારાયણ તથા શ્વેતા અગ્રવાલની રોકા સેરેમની આ મહિનાની શરૂઆતમાં થઈ હતી. સેરેમનીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.
સોશિયલ મીડિયામાં લગ્નની જાહેરાત કરી હતી
3 નવેમ્બરના રોજ આદિત્ય નારાયણે સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વાત કરી હતી. તેણે પોસ્ટમાં કહ્યું હતું, 'અમે લગ્ન કરવાના છીએ. હું નસીબદાર છું કે મને શ્વેતા મળી. મારી સોલમેટ, 11 વર્ષ પહેલાં અને હવે અમે ફાઈનલી ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છીએ. અમે માનીએ છીએ કે કોઈની પ્રાઈવેટ લાઈફને પ્રાઈવેટ રાખવી સૌથી સારી બાબત છે. લગ્નની તૈયારીઓ માટે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઉં છું. તમને ડિસેમ્બરમાં મળીશ.'
જોકે, ત્યારબાદ આદિત્યે ચાર પોસ્ટ કરી હતી, તેમાંથી એક 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના ફિનાલે શૂટિંગની હતી, બીજી માતાની બર્થડે પર કરી હતી, ત્રીજી પોસ્ટ દિવાળીને શુભેચ્છા પાઠવવાની હતી અને છેલ્લી પોસ્ટ 'ધ કપિલ શર્મા શો'ના પ્રમોશનની હતી.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.