તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્ટિંગ કરીને થાક્યો:ભારતને ગ્રેમી અવોર્ડ જીતાડવા આદિત્ય નારાયણે રિયાલિટી શોમાં હોસ્ટિંગ છોડ્યું, હવે મ્યુઝિક આલ્બમ, OTT ને ટીવી માટે કન્ટેન્ટ બનાવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિત્યએ અત્યાર સુધી 400થી પણ વધારે એપિસોડમાં હોસ્ટિંગ કર્યું
  • નાનપણનું સપનું પૂરું કરવા હોસ્ટિંગને અલવિદા કહ્યું

એક્ટર, સિંગર અને ટીવી શો હોસ્ટ આદિત્ય નારાયણે ભારતને ગ્રેમી અવોર્ડ અપાવવા માટે હોસ્ટિંગનું કામ છોડી દીધું છે. આદિત્યએ નાનપણનું સપનું પૂરું કરવા માટે આ નિર્ણય લીધો છે. આદિત્યએ કહ્યું, ‘વર્ષ 2015થી નોન-સ્ટોપ હોસ્ટિંગ કરી રહ્યો છું. હું રિયાલિટી શોમાં હોસ્ટિંગ છોડી રહ્યો છું.’

આ સમય વર્લ્ડ લેવલ પર ચમકવાનો છે
આદિત્યએ હોસ્ટ કરેલા શો ગણાવતા કહ્યું, ‘મેં 2015માં ‘સારેગામાપા’ની 4 સીઝન હોસ્ટ કરી હતી, એટલે કે 170 એપિસોડ. ‘ઇન્ડિયન આઈડલ’ની 2 સીઝન, 120 એપિસોડ, ‘ખતરા ખતરા ખતરા’ની 1 સીઝન એટલે 110 એપિસોડ. ટોટલ 400 એપિસોડ. આ ઉપરાંત ‘ખતરો કે ખિલાડી’,‘રાઈઝિંગ સ્ટાર’,‘એન્ટરટેઈનમેન્ટ કી રાત’,‘કિચન ચેમ્પિયન’,‘ઝી કોમેડી શો’માં પણ હોસ્ટિંગ કર્યું છે. આ સમય મારા જીવનમાં કઈક મોટું કરવાનો છે. હું કન્ટેન્ટ બનાવવા માગું છું. મ્યુઝિક આલ્બમ, OTT ને ટીવી માટે. આ જ યોગ્ય સમય છે. મારા દિલને ખબર છે કે હું આ જ કરવા માગું છું. ભારત માટે ગ્રેમી જીતવાના મારા બાળપણના સપના પર કામ કરવાનો સમય આવી ગયો છે. બધાની નજર ભારત પર છે. આ સમય વર્લ્ડ લેવલ પર ચમકવાનો છે. આપણે બસ કપરી મહેનત કરવાની જરૂર છે.’

આદિત્યએ ગયા વર્ષે પિતાના જન્મ દિવસે લગ્ન કર્યા હતા
બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણે પહેલી ડિસેમ્બરની સાંજે મુંબઈના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યના પિતા ઉદિતનો પહેલી ડિસેમ્બરના રોજ 65મો જન્મદિવસ હતો. આદિત્યે પિતાના જન્મદિવસ પર જ લગ્ન કર્યાં. આદિત્ય તથા શ્વેતા અગ્રવાલે મંદિરમાં માત્ર 50 મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યે પોતાની જાનમાં પેરેન્ટ્સ સાથે ડાન્સ કર્યો હતો.

10 વર્ષથી રિલેશનશિપમાં હતો
આદિત્ય અને શ્વેતા છેલ્લા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. આદિત્યે કહ્યું કે, 'ત્યારે અમે ઘણા યંગ હતા અને શ્વેતા જસ્ટ ફ્રેન્ડ્સ રહેવા માગતી હતી. બંનેને કરિયર પર ફોકસ કરવાનું હતું. મેં ક્યારેય મારી રિલેશનશિપને સિક્રેટ રાખી ન હતી પણ એક સમય હતો જ્યારે બહુ બધી વાતો થવા લાગી અને મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું. તો લોકોએ મને એકલો છોડી દીધો.'

શ્વેતા અગ્રવાલ એક્ટ્રેસ છે. તેણે પોતાની કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. તેણે 'બાબુલ કી દુઆએ લેતી જા', 'શગુન', 'દેખો મગર પ્યાર સે' જેવી સિરિયલમાં કામ કર્યું હતું. તેણે સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'રાઘવેન્દ્ર'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. શ્વેતા તથા આદિત્યે 'શાપિત' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી આદિત્યે લીડ હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મને વિક્રમ ભટ્ટે ડિરેક્ટ કરી હતી.